ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બુધવારે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કાર્યરત બે સહકારી બેંકોના બેંક લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. બે અલગ-અલગ નિવેદનોમાં, આરબીઆઈએ કહ્યું કે તેણે બુલઢાણા સ્થિત મલકાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને બેંગલુરુ સ્થિત સુશ્રુતિ સૌહાર્દા સહકારી બેંક રેગ્યુલરના બેંકિંગ લાઇસન્સ રદ કર્યા છે.
નિવેદન અનુસાર, બુધવારે કારોબાર બંધ થયા પછી, આ બંને સહકારી બેંકો બેંક સંબંધિત કોઈપણ પ્રકારનું કામ કરી શકશે નહીં. આ સહકારી બેંકો પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવનાના અભાવને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ બેંકે આ પગલું ભર્યું છે. અગાઉ, કેરળ સ્થિત અદૂર કો-ઓપરેટિવ અર્બન બેંક અને કર્ણાટક સ્થિત મહાલક્ષ્મી કો-ઓપરેટિવ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.