શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થને જબરદસ્ત ફાયદો થાય છે. બજારમાં છાલ વાળા અને છાલ વગર એમ બે જાતના ચણા ઉપલબ્ધ હોય છે. છાલ વાળા ચણાને ચાવીને ખાવાથી ઘણાં ફાયદા થાય છે. શેકેલા ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, નમી, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન ભરપૂર પ્રમાણમાં મળે છે. એક સ્વસ્થ વ્યક્તિને પ્રતિદિન 50 થી 60 ગ્રામ ચણાનું સેવન કરવું જોઈએ. જે તેના સ્વાસ્થ માટે ફાયદાકારક છે. તો આવો જોઇએ શેકેલા ચણાથી તમને કયા કયા લાભ થઇ શકે છે.
પાચન શક્તિ વધારે છે:
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તે લોકોએ રોજ ચણા ખાવાથી ખૂબ આરામ મળે છે. કબજિયાત શરીરમાં અનેક બીમારીઓનું કારણ હોય છે. કબજિયાત થવા પર તમે આખો દિવસ આળસનો અનુભવ કરો છો અને પરેશાન રહો છો. ચણા પાચન શક્તિને તંદુરસ્ત કરે છે અને યાદ શક્તિ વધારે છે.
વધતુ વજન:
વધતા વજનથી પરેશાન લોકો માટે શેકેલા ચણા ખૂબ ઉપયોગી હોય છે. રોજ શેકેલા ચણા ખાવાથી વધતા વજનની સમસ્યાથી રાહત મળે છે. તેના સેવનથી શરીરમાંથી વધારાની ચરબીને પીગળવામાં મદદ મળે છે. તેની સાથે જ રોજ નાસ્તામાં કે બપોરે ભોજન કરતા પહેલા 50 ગ્રામ શેકેલા ચણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
નપુંસકતા દૂર કરે:
શેકેલા ચણા દૂધ સાથે લેવાથી સ્પર્મનું પાતળાપણું દૂર થાય છે અને વીર્ય જાડું થાય છે. શેકેલા ચણાને મધ સાથે લેવાથી પણ નપુંસકતા દૂર થાય છે અને પુરુષમાં વૃદ્ધિ થાય છે. આનાથી કુષ્ઠ રોમમાં પણ રાહત મળે છે.
પેશાબ સંબંધી બીમારીથી રાહત:
શેકેલા ચણાના સેવનથી પેશાબથી જોડાયેલી બીમારીઓથી રાહત મળે છે. જે લોકોને પણ વારંવાર પેશાબ આવવાની સમસ્યા રહે છે કે લોકોએ રોજ ગોળની સાથે ચણાનુ સેવન કરવું જોઇએ. જેથી તમને થોડાક દિવસમાંજ આ સમસ્યાથી રાહત મળી શકે છે.
ડાયાબીટીસમાં છે લાભકારી:
શેકલા ચણા ખાવાથી ડાયાબીટીસમાં પણ લાભ થાય છે ચણા ગ્લુકોઝની માત્ર શોષી લે છે જેનાથી ડાયાબીટીસ નિયત્રણમાં રહે છે. શેકેલા ચણાને રાત્રે સુતા પહેલા ચાવીને ખાઈ ઘરમ દૂધ પીવાથી શ્વાસનળીના અનેક રોગ દૂર થાય છે.