મહારાષ્ટ્રમાં સર્જાયેલી રાજકીય સ્થિતિ અંગે વરિષ્ઠ જાણીતા પત્રકારોનું માનવું છે કે પીએમ મોદીએ ગત તા. 27 જૂને ભોપાલમાં કહ્યું હતું કે દરેક કૌભાંડી સામે કાર્યવાહી કરવાની છે,અને આ મારી ગેરંટી છે.
બરાબર આ નિવેદન બાદ પ્રફુલ્લ પટેલે સરકારમાં જોડાવાનો નિર્ણય લેવાની ઘટના અંગેનું કનેક્શન જણાઈ રહ્યું છે.
પ્રફુલ્લ પટેલ શરદ પવારની ખૂબજ નજીક મનાય છે, પરંતુ તેમની પાસે જેલમાં જવા અથવા સરકારમાં સામેલ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો તેથી તેમણે ભાજપ સાથે જવાનું પસંદ કર્યું હોવાનો પત્રકારનો મત છે.
મોદીની જાહેરાત પછી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે જે લોકો CBI, ED અને ઈન્કમટેક્સ કેસનો સામનો કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. EDએ 2019માં આરોપ લગાવ્યો હતો કે પ્રફુલ્લ પટેલ સાથે જોડાયેલી એક કંપનીએ 2006-07માં વર્લીમાં CJ હાઉસ બનાવ્યું હતું. તેના બે માળ 2007માં દાઉદ ઈબ્રાહિમના સાથી ઈકબાલ મેમણ ઉર્ફે મિર્ચીની પત્નીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પટેલને મિર્ચીના પરિવારના સભ્યો સામે નોંધાયેલા મની-લોન્ડરિંગ કેસમાં 2019-2021 વચ્ચે સમન્સ મોકલવામાં આવ્યું હતું. જુલાઈ 2022 માં EDએ CJ હાઉસના ચાર માળ જોડ્યા. એનસીપી નેતાએ મિર્ચી સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે, EDની ચાર્જશીટમાં પ્રફુલ્લને આરોપી બનાવવામાં આવ્યા નથી. કોર્ટની પરવાનગીથી પ્રફુલ્લ હજુ પણ એ જ ઘરમાં રહે છે. જો કે તેમના પર ધરપકડનો ખતરો છે. ચૂંટણીને હવે માત્ર એક વર્ષ બાકી છે. આવી સ્થિતિમાં તેમની પાસે ભાજપમાં જોડાવાનું મોટું કારણ હતું.
અજિત પવારે એક ભાષણમાં કહ્યું હતું કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી શરદ પવારની સાથે રહેશે. અજિત પર મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક અને સિંચાઈ કૌભાંડનો પણ આરોપ છે. ઇડી અને ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ તેની સામે તપાસ હેઠળ છે. અજિત પવારે પણ આ જ કારણસર શરદ પવારનો પક્ષ છોડી દીધો છે.
મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર સુધીર સૂર્યવંશી અને ગોવિંદ વાકડેએ આ રીતે આખા ઘટનાક્રમને જોઈ રહયા છે અને તેઓએ મહારાષ્ટ્રમાં સર્જાયેલી આ રાજકીય સ્થિતિ માટે નિવેદનો આપ્યા છે.