મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં દશરથ રાવત નામના ગરીબ આદિવાસી યુવક ઉપર પેશાબ કરવાના કેસમાં મધ્યપ્રદેશ પોલીસે આરોપી પ્રવેશ શુક્લાની ધરપકડ કરી છે.
આરોપી પ્રવેશ શુક્લાની રાત્રે 2 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ NSA લગાવવાના નિર્દેશ આપ્યા છે. તે જ સમયે, વિપક્ષે આ મામલે રાજ્યની ભાજપ સરકારને ઉગ્રતાથી ઘેરી હતી.
જોકે,આદિવાસી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આરોપી ભાજપ સાથે સંકળાયેલો હોવાની વાત સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે તે કોઈપણ પક્ષનો હોય આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના સિધી જિલ્લાના કુબરી બજારની છે, આ કેસમાં પીડિતાની ઓળખ દશરથ રાવત તરીકે થઈ છે જે માનસિક રીતે વ્યથિત છે.
તેની ઉપર પેશાબ કરનાર ગુનેગાર પ્રવેશ શુક્લાનું નામ સામે આવ્યું છે જે દારૂ પી ગયો હોય ભાન ભૂલી આ માનસિક વિકલાંગ આદિવાસી યુવક ઉપર પેશાબ કરતો હતો ત્યારે કોઈએ વિડીયો બનાવી વાયરલ કરતા મામલો સામે આવ્યો હતો.
આ બંને કુબરીના રહેવાસી હોવાની વાત સામે આવી છે.