નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.