આપણે બધા આપણી નિયમિત ઇન્કમમાંથી આપણાં ભવિષ્ય માટે કેટલીક બચત કરતાં હોઈએ છે. ભવિષ્ય કેવું હશે એ લગભગ કોઈ કહી શકતું નથી. પણ તેમ છતાં પણ આજે ઘણા લોકો પોતાના ભવિષ્યમાં શું થવાનું છે એ જાણવા માટે પ્રયત્ન કરતાં હોય છે.
ભવિષ્ય વિષેની સાચી જાણકારી આપણને જ્યોતિષ શાસ્ત્ર પાસેથી મળી શકે છે અને એ પણ જાણી શકાય છે કે એટલું જ નહીં જ્યોતિષ પાસેથી જાણી શકાય છે કે તમે કેવીરીતે આવનાર પરિસ્થિતિનો સામનો કરી શકશો. તમારી રાશિ પરથી જાણી શકાય છે કે આવનાર સમય તમારી માટે સારો રહેશે કે ખરાબ.
તમને જણાવી દઈએ કે આ નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને અમુક રાશિના જાતકોને ખરાબ સંકેત મળી રહ્યા છે આ લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે. આ રાશિના જાતકોએ કેટલાક સરળ ઉપાયથી આ મુશ્કેલીથી બચી શકશો.
મિથુન : આ રાશિના જાતકો માટે આ સમય થોડો નકારાત્મક રહેશે. આ મહિને તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આ સાથે પૈસા સંબંધિત પણ કોઈ મુશ્કેલી થઈ શકે છે. કોઈપણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે થોડું વિચારી લેવું જોઈએ. કોઈપણ ફાલતુ ખર્ચ સમજી વિચારીને કરવો.
ઉપાય : હનુમાનજીને સિંદુર અર્પણ કરો અને તેમનો સંપૂર્ણ શણગાર કરો. હનુમાનજીને બેસનમાંથી બનેલ મીઠાઇ ધરાવો અને દાન કરો. આ સાથે તમે મંગળવારના દિવસે વાંદરાઓને પલાળેલા ચણા ખવડાવો.
સિંહ : આ રાશિના જાતકો માટે આ મહિનો કેટલીક મુશ્કેલીઓથી ભરેલ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. ડૉક્ટરની સલાહ લઈને જ કોઈ મહત્વનો નિર્ણય કરવો.
ઉપાય : દુર્ગા બિસા યંત્ર, માણેક રતન અથવા ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરો અને સંપૂર્ણ બાધા મુક્તિ યંત્ર કે લોકેટ પહેરો. શનિવારના દિવસે સરસવના તેલનું દાન કરવું.
કન્યા : કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કેટલીક આર્થિક મુશ્કેલીઓથી ભરેલ રહેશે. આ મહિને તમારી આવક ઓછી અને ખર્ચ વધી શકે છે. આ મહિનો નોકરી કે ઘરમાં સ્થાન પરિવર્તન પણ કરવું પડશે.
ઉપાય : 1 કિલો બ્લેક રાઈને બુધવારના દિવસે પાણીમાં પ્રવાહિત કરી દો. હળદરનો ચાંદલો કપાળ પર અને ગળા પર કરો. ગુરુવારના દિવસે પીળા ચંદનનો ચાંદલો કરો અને વિષ્ણુ ભગવાનની પૂજા કરો.
તુલા : આ રાશિના જાતકો માટે આ મહિને સ્વાસ્થ્યની મુશ્કેલી થઈ શકે છે. આ સાથે કોઈ એવી સમસ્યાનો સામનો કરવો પડશે જેના લીધે તમારા રોજિંદા જીવનમાં તણાવ આવી શકે છે.
ઉપાય : શનિવારના દિવસે સરસવ તેલનું દાન કરો. ગરીબોને જરૂરતનો સામાન દાન કરો. નિયમિત માતા લક્ષ્મી સામે દેશી ઘીનો દીવો કરવો. આઆમ કરવાથી કોઈપણ સમસ્યાથી મુક્તિ મળે છે.