નવરાત્રી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાંથી એક છે. 9 દિવસ ચાલનાર આ તહેવારમાં માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ રાતોનો સમૂહ હોય છે. દરેક દિવસે માં અંબેના 9 અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી વર્ષમાં બે વખત આવનાર તહેવાર છે. આસો મહિનામાં આવનાર નવરાત્રીને શારદીય નવરાત્રી કહે છે. આસો શુક્લ પક્ષની પહેલી તિથિથી નોમ સુધી નવરાત્રી મનવવામાં આવે છે. ત્યારબાદ વિજયાદશમી એટલે દશેરાનો પર્વ આવે છે. આ વર્ષે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઇ છે.
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઇ છે. નવરાત્રીમાં ઘણા બધા લોકો 9 દિવસનું વ્રત રાખે છે. કેટલાક લોકો નવરાત્રીના પ્રથમ અને છેલ્લા દિવસે જ ઉપવાસ રાખે છે. નવરાત્રીના પ્રથમ દિવસ ઉપવાસનો સંકલ્પ લીધા બાદ કળશની સ્થાપના કરવામાં આવે છે.