હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ થવાના કારણે તેમનુ નામ શૈલપુત્રી પડ્યુ
મા દુર્ગાનુ પહેલુ સ્વરૂપ શૈલપુત્રીના નામથી ઓળખાય છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ થવાના કારણે તેમનુ નામ શૈલપુત્રી પડ્યુ. નવરાત્રિના પહેલા દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિ માત્ર મા દુર્ગાના પૂજવાના દિવસે નથી હોતી પરંતુ આ દિવસ છે આદિ શક્તિની ઉપાસનાનો. તેમના પણ આપણી શ્રદ્ધાનો. માના નવ રૂપોની પૂજા આ નવ દિવસોમાં થાય છે. નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે માટે તેમને જ પ્રથમ દુર્ગા કહેવામાં આવે છે.
માનુ સ્વરૂપ સરળ, સરસ અને સૌમ્ય માનુ આ સ્વરૂપ સરળ, સરસ અને સૌમ્ય છે. મા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને જ્યારે પણ કોઈ મુસીબતમાં તેમને સાચા હ્રદય પોકારે ત્યારે તે હંમેશા પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે. માની પૂજા નિમ્નલિખિત મંત્રથી કરો.
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ॐ शैलपुत्री देव्यै नम:।
પૂજા વિધિ નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરીને મા દુર્ગીની પૂજા શરૂ કરો અને વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ મા શૈલપુત્રીની પૂજા કરો. તેમને લાલ ફૂલ, સિંદૂર, અક્ષત, ધૂપ વગેરે ચડાવો. મા શૈલપુત્રીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે માટે તેમને સફેદ રંગની બરફીનો પ્રસાદ ધરાવો. ત્યારબાદ માતાના મંત્રીનુ ઉચ્ચારણ કરો. દુર્ગા ચાલીસાનો પાઠ કરો.જો સંભવ હોય તો દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અથવા કરાવડાવો. પૂજાના અંતે ગાયના ઘીનો દીવો કે કપૂરથી આરતી કરો. પૂજા દરમિયાન કે બાદમાં ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ.
પુરાણોમાં વર્ણન છે કે પ્રજાપતિ દક્ષના ઘરે એક અતિ સુંદર કન્યાએ જન્મ લીધો. જેનુ નામ સતી હતુ અને તેના વિવાહ મહાદેવ શિવજી સાથે થયા હતા. એક વાર દક્ષના ઘેર ભવ્ય યજ્ઞનુ આયોજન થયુ પરંતુ આ યજ્ઞમાં શિવજીને આમંત્રણ મળ્ય નહિ. જો કે પત્ની હોવાના નાતે સતીને આ વાત ગમી નહિ પરંતુ તે પુત્રી હોવાના કારણે એ અનુષ્ઠાનનો હિસ્સો બનવા માંગતી હતી. તેની દુવિધા શિવજી સમજી ગયા. તેમણે સતીને પિતાના ઘરે જવાની આજ્ઞા આપી દીધુ પરંતુ સતી જ્યારે પોતાના ઘરે પહોંચી તો દક્ષે શિવ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને તેમને કટુ શબ્દો કહ્યા જેને સાંભળીને સતી એકદમ ક્રોધ અને દુઃખથી ભરાઈ ઉઠ્યા અને તેમણે આ કુંડમાં કૂદીને પોતાનો જીવનલીલા સમાપ્ત કરી દીધી. ભગવાન શિવને જ્યારે આ જાણવા મળ્યુ તો ક્રોધથી તેમનુ ત્રીજુ નેત્ર ખુલી ગયુ, પ્રલય આવી ગયો અને તેમણે આ યજ્ઞને જ નષ્ટ કરી દીધો. આ સતીએ આગલા જન્માં હિમાલયના ઘરે જન્મ લીધો અને શિવની પત્ની બન્યા, જેમને લોકો શૈલપુત્રીના નામથી જાણે છે. શૈલપુત્રીને જ લોકો મા પાર્વતી અને હિમાની કહે છે.