વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.
અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.
લસણ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.