શનિ દેવને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા મેળવવામાટે ઘણાં લોકો ઘણાં પ્રયાસ કરે છે. શનિવારનાં દિવસે શનિ દેવને સરસીયાનું તેલ, કાળા તલ અર્પિત કરો અને તેમની પૂજા કરો. વ્રત કરો જેથી શનિ મહારાજનાં પ્રકોપથી બચી શકાય. શનિ દેવ વ્યક્તિનાં કર્મને આધારે તેને ફળ આપે છે. જે લોકોની કુંડળીમાં શનિ મજબૂત સ્થિતિમાં હોય છે તેમને જીવનમાં કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તો બીજી તરફ કુંડળીમાં શનિ જો નબળો હોય તો વ્યક્તિને શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની પ્રિય રાશિઓ શનિની મહાદશા સમયે એટલું ભોગવવું પડતું નથી. ચાલો જાણીએ શનિની પ્રિય રાશિઓ કઇ કઇ છે.
તુલા (Libra) – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો પર શનિની કૃપા રહે છે. તેને શનિદેવની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે અને તે શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ કોઈની સાથે ખોટી વાત સહન કરતા નથી. તેઓ સત્યની સાથે ઊભા રહેવાનું પસંદ કરે છે. અન્ય રાશિઓની સરખામણીમાં શનિની દશા તુલા રાશિના લોકો પર અસર કરતી નથી.
મકર (Capricorn)- આ રાશિનો શાસક ગ્રહ શનિ છે. આ કારણે તેની ગણતરી શનિની પ્રિય રાશિઓમાં પણ થાય છે. આ લોકોને ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. આટલું જ નહીં, તેઓ તેમની મહેનતના આધારે ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ મહેનતુ હોય છે અને સરળતાથી હાર માનતા નથી. તેમના પર શનિદેવની ખરાબ અસર પણ જલ્દી નથી પડતી.
કુંભ – (Aquarius)જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના શાસક ગ્રહને શનિ પણ કહેવામાં આવે છે. આ લોકો સ્વભાવે સરળ હોય છે. ધૈર્યવાન હોય છે. તેઓ જે કામ કરવાનું નક્કી કરે છે, તે કામ કરીને તેમને દમ મળે છે. આ લોકોની આર્થિક સ્થિતિ પણ ઘણી મજબૂત હોય છે. આ લોકો ઝડપથી હાર માનતા નથી.