આજકલ નાની ઉંમરમાં લોકો પગ દુખાવા કે શરીરના અનેક ભાગોમાં દુખવાની ફરિયાદ કરતાં રહેતા હોય છે અને તેની પાછળનું કારણ છે લોકોની લાઈફ સ્ટાઈલ અને ખવાપીવાની આદતો. કેલ્શિયમ એ ખનીજમાંથી એક છે જે શરીર માટે ઘણું આવશ્યક છે. હાડકામાં કમજોરી આવવાનું કારણ કેલ્શિયમની ખામી હોય શકે છે. એટલા માટે આપણે દરરોજ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો જોઈએ.
આપણે બધા જાણીએ છીએ કે દૂધ માંથી સૌથી વધુ માત્રામાં કેલ્શિયમ મળે છે. નાનપણથી જ આપણા વડીલો આપણે દૂધ પીવા માટે કહેતા હતા કારણ કે દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિય હોય છે. પણ દૂધ એક માત્ર એવો ખોરાક નથી જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે આજે અમે તમને એવા બીજા ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે.
સોયાબીન
સૂકા અને શેકેલા બંને પ્રકારના સોયાબીન કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. અડધા કપ સોયાબીનમાંથી શરીરને 175mg કેલ્શિયમ મળે છે. તમે સોયાબીનને નાસ્તામાં પણ ખાઈ શકો છો અને તેનું શાક બનાવીને પણ ખાઈ શકો છો.
પાલક
પાલક એવ એવી શાકભાજી છે જે બજારમાં સહેલાઈથી મળી રહે છે. પાલકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને સાથે સાથે આર્યન પણ મળી રહે છે. 100 ગ્રામ પાલકમાં 99 mg કેલ્શિયમ મળી રહે છે.
રાગી
રાગીથી અનેક પ્રકારની વાનગીઓ બની શકે છે. રાગી ઢોસા, ઇડલી અને ઉત્તપમ લોકોને ઘણા પસંદ પડે છે. રાગીમાં ઘણા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. 100 ગ્રામ રાગીમાં 344-364mg કેલ્શિયમ મળી રહે છે.
ગોળ
100 ગ્રામ ગોળમાં 363mg જેટલું કેલ્શિયમ મળી રહે છે.