જ્યોતિષમાં રત્નોનું ખાસ મહત્વ છે. દરેક રત્નનો કોઇને કોઇ ગ્રહ સાથે સારો સંબંધ છે. જ્યોતિષ અનુસાર જો રત્ન વ્યક્તિને માફક આવી ગયો તો તેની કિસ્મત બદલી શકે છે. આજે આપણે વાત કરીશું ગુરુ ગ્રહનાં રત્ન પોખરાજ વીશે. પીળા રંગનો આ રત્ન કુંડળીમાં સૌથી શુભ ગ્રહ બૃહસ્પતીને મજબૂત કરવાં પહેરવામાં આવે છે. જો તમે આર્થિક પરિસ્થિતિે કારણે પોખરાજ ધારણ નથી કરી શકતા તો આપ તેની જગ્યાએ ટોપાઝ ધારણ કરી શકો છો આ પણ પોખરાજની જેમજ કામ કરે છે.
આ બે રાશિઓ માટે પોખરાજ છે સૌથી શુભ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પોખરાજ ધન અને મીન વાળા માટે ખુબજ શુભ માનવામાં આવે છે, કારણકે આબંને રાશિઓનો સ્વામીગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે. અને પોખરાજ ગુરુનો રત્ન છે. આ બંને રાશિઓ માટે આ રત્ન વરદાન સાબિત થઇ શકે છે. આ રત્ન આત્મવિશ્વાસ વધારેછે. સાથે જ આર્થિક સ્થિતિ સારી કરે છે. આપની પ્રતિભાને ઉભારવાનું કામ કરે છે. નોકરી હોય કે બિઝનેસ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરાવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ રત્ન શુભ માનવામાં આવે છે. સાથે જ આ રત્નનાં પ્રભાવથી વૈવાહિક જીવનમાં આવી રહેલી અડચણ પણ દૂર થઇ જાય છે. ધન અને મીન ઉપરાંત પોખરાજ કર્કઅને સિંહ રાશિનાં જાતકો માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
આ રત્ન પહેરવા માટે સૌથી શુભ દિવસ બૃહસ્પતિવાર છે. આ રત્નની વિંટી એવી રીતે બનાવો કે, તે પહેરવા પર આપની આંગળીની ત્વચાને સ્પર્શ કરે. આ રત્ન જડિત વિંટીને ગુરુવારનાં દિવસે સવારે સ્નાન કર્યા બાદ દૂધ અને ગંગાજળમાં મુકો બાદમાં તેને મધથી સ્નાન કરાવો. પછી તેને સ્વચ્છ પાણી ધોઇને તર્જની આંગળીમાં પહેરી લો. ધ્યાન રાખો કે, વિંટી પહેરતાં સમયે ‘ऊं ब्रह्म ब्र्हस्पतिये नमः’ મંત્રનો જાપ જરૂર કરો.
વૃષભ, મિથુન, કન્યા તુલા, મકર અનેકુંભ લગ્નવાળા લોકોએ પોખરાજ જ્યોતિષીઓની સલાહ વગર ન પહેરવો જોઇએ. કારણ કે, આ રાશિનાં જાતકો માટે આ રત્ન શુભ નથી. સાથે જ આ રત્નને ધારણ કરતાં સમયે આ વાતનું ધ્યાન રાખો કે, તેમાં પન્ના, હીરા, ગૌમેદ, નીલમ, હીરો કે લસણીયા નંગ સાથે ન પહેરો. તેનાંથી લાભની જગ્યાએ નુક્શાન થઇ જશે.