રરોજ બદામ ખાવાના અનેક ફાયદા છે. રોજ બદામ ખાવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા હૃદયરોગ સંબંધી રોગોના ખતરાને ઓછા કરવા અને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી રહે છે. બદામ પોષણનું પાવરહાઉસ છે તેમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર, પોટેશિયમ, મેગનીંજ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે. જે સંપૂર્ણ કોલેસ્ટ્રોલ ફ્રી છે. ભોજન દરમિયાન ભૂખ લાગવાથી બદામ ખાઇ શકાય છે.
આપણે બધા જાણીએ છીએ કે બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. પરંતુ દરરોજ રાત્રે બે બદામ પાણીમાં પલાળીને સવારે નરણાકોઠે ખાવાથી અને તે પાણી પીવાથી ન ફક્ત યાદશક્તિ વધશે પરંતુ બીજા પણ અનેક ફાયદા થશે. જેમ કે દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
નિયમિત બદામ ખાવાથી હૃદયમાં બ્લડ સરક્યુલેશન સારી રીતે થાય છે જે હ્રદય રોગના ખતરાને પણ ઓછુ કરે છે. ડાયાબીટિઝના દર્દીઓ માટે પણ બદામ ખાવી હિતાવહ છે.
રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને દરરોજ બદામ ખાવી જોઈએ જેથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે તેમજ સિઝન બદલતા શરદી અને તાવ પણ નહિ આવે. પેટની તકલીફ રહેતી હોય તો દરરોજ 2 થી 3 બદામ ખાવી જોઈએ જે તકલીફમાં રાહત આપે છે.
દરરોજ બદામ ખાવાથી લોહી શુદ્ધ થાય છે. ત્વચા સુંદર અને કોમળ બને છે. ખરતા વાળની સમસ્યા દુર થાય છે. એટલું જ નહીં તે આંખો પણ તેજ કરે છે. બદામના તેલને રોજ રાતે સૂતાં પહેલા આંખ નીચે લગાવવાથી 1-2 મહિનામાં ડાર્ક સર્કલ દૂર થશે. આ તેલને હુંફાળું ગરમ કરી તેના 3-4 ટીપાં કાનમાં નાંખવાથી કાનના દુઃખાવામાં રાહત મળશે.