આ દુનિયામાં જન્મ લીધા બાદ તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેને કોઈ ટાળી શકતું નથી. પણ શું મૃત્યુ પહેલા કોઈ આ વાતનો અહેસાસ કરી શકે છે? જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તે વ્યક્તિને શું સંકેત આપે છે? આ બધા પ્રશ્નોના જવાબો ઘણીવાર આપણા બધાના મનને સતાવે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ આ વિશે કેટલાક સંશોધન કર્યા છે. જેના પરિણામો દર્શાવે છે કે મૃત્યુ આવતા પહેલા કેટલાક ઇશારા કરે છે. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, આ અનુભૂતિ નથી થતી. પરંતુ સામાન્ય રીતે મૃત્યુની તૈયારી બે અઠવાડિયા પહેલા શરૂ થાય છે.
આકસ્મિક મૃત્યુના કિસ્સામાં અગાઉથી કંઈપણ અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ દર્દીઓના કિસ્સામાં તેના વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. મૃત્યુ પહેલા દર્દીઓ સાથેના તેમના અનુભવોના આધારે ડૉક્ટરોએ એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે મૃત્યુ પહેલા વ્યક્તિ શું અનુભવે છે. ડૉક્ટરોનું માનવું છે કે મૃત્યુની પ્રક્રિયા હૃદયના ધબકારા બંધ થવાના લગભગ બે અઠવાડિયા પહેલા શરૂ થાય છે અને પછી તે દિવસ આવે છે જ્યારે વ્યક્તિ દુનિયાને અલવિદા કહે છે.
એક રિપોર્ટ અનુસાર પેલિએટિવ કેર ડોકટરો તેમની સામે સેંકડો લોકોને મરતા જુએ છે. તેમાંથી એક ડૉક્ટરે જાહેર કર્યું છે કે મૃત્યુ પહેલા વ્યક્તિ કેવું અનુભવે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે. ત્યારે તેનું શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને તેના મનમાં શું ચાલી રહ્યું છે. નિષ્ણાંતો પાસે આ પ્રક્રિયા વિશે મર્યાદિત માહિતી છે, પરંતુ સત્ય એ છે કે મૃત્યુ તે વ્યક્તિની રાહ જોઈ રહ્યું છે જેનું મૃત્યુ થઈ ગયું છે.
લિવરપૂલ યુનિવર્સિટીના સંશોધક સીમસ કોયલે એક આર્ટિકલમાં મૃત્યુની પ્રક્રિયા વિશે વાત કરી છે. આમાં તે સમજાવે છે કે મૃત્યુની પ્રક્રિયા મૃત્યુના બે અઠવાડિયા પહેલા શરૂ થાય છે. તે સમયે લોકોની તબિયત બગડવા લાગે છે. આ સાથે સામાન્ય રીતે ચાલવા અને ઊંઘવામાં પણ તકલીફો આવવા લાગે છે. જ્યારે તે ઊંઘે છે. ત્યારે તે ઘણીવાર ચોંકીને જાગી જાય છે. તેણે વધુમાં જણાવ્યું કે જીવનના અંતિમ દિવસોમાં ગોળીઓ ગળવી અથવા તો ખાવાનું કે કંઈપણ પીવું મુશ્કેલ થઈ જાય છે.
સીમસે કહ્યું કે આ તે સમય છે જ્યારે કોઈ જવાની તૈયારી કરી રહ્યું છે. અમે સામાન્ય રીતે વિચારીએ છીએ કે તેનો અર્થ એ છે કે તેમની પાસે જીવવા માટે માત્ર બે થી ત્રણ દિવસ બાકી છે. જો કે, ઘણા લોકો એક દિવસમાં આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે. કેટલાક મૃત્યુ પામતા પહેલા લગભગ એક અઠવાડિયા સુધી મૃત્યુના ચરણમાં દેખાય છે. જે સામાન્ય રીતે પરિવારો માટે ખૂબ જ પીડાદાયક હોય છે. મૃત્યુ પહેલા અલગ-અલગ લોકો સાથે અલગ-અલગ પ્રકારની વસ્તુઓ ચાલતી હોય છે અને આવી સ્થિતિમાં તેમની સચોટ આગાહી કરવી ખૂબ મુશ્કેલ હોય છે.