વાળની અનેક સમસ્યાના નિવારણ માટે કોઈને કોઈ નુસખા અજમાવતા હોઈએ છીએ. નાની ઉંમરથી જ સફેદ વાળની સમસ્યા જોવા મળે છે. તે છુપાવવા માટે હેર કલર કરવો જરૂરી છે અને તે કેમિકલયુક્ત હેર કલર વાળને વધુ રફ બનાવે છે. જો તેની સરખી કાળજી લેવામાં ન આવે તો કલર લાંબો સમય ટકતો નથી અને વાળને પણ નુકસાન થાય છે.
હેર કલર કરતા પહેલા પણ એટલી જ કાળજી રાખવી જરૂરી છે. જો કલર કરતી વખતે વાળમાં થોડું પણ ઓઈલ હશે તો કલર લાગશે નહિ આથી હેર કલર કરતા પહેલા વ્યવસ્થિત શેમ્પૂ કરવું આવશ્યક છે. જો વાળમાં મહેંદી કરેલી હોય તો પણ કલર કરવો નહિ. હેર કલર વાળ પર લગાવ્યા પહેલા કોણી પર 15-20 મિનિટ લગાવી રાખવો જેથી કોઈ રિએકશન નથી આવતું તેની અગાઉ જાણ થઇ જાય.
વાળમાં વારંવાર કલર કરતા હોય તો કલર પ્રોટેક્શન શેમ્પૂનો જ ઉપયોગ કરવો. જેનાથી કલર લાંબો સમય ટકી રહેશે. હેર કલર કર્યા બાદ હાર્ડ શેમ્પૂનો ઉપયોગ ન કરવો. શેમ્પૂ કર્યા બાદ કંડીશનર જરૂરથી કરવું જોઈએ જેથી વાળની ચમક જળવાઈ રહેશે. જો વાળ ડેમેજ હોય તો હેર સીરમનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત અઠવાડિયામાં એક વખત હેર સ્પા ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ જેનાથી વાળને પોષણ મળશે.