ચોમાસાની ઋતુમાં ત્વચા વાળ બંને પર ઘણી અસર થાય છે. તડકાથી ત્વચા લાલ થઈ જાય છે તો ચોમાસામાં વાળ ઓઈલી થઈ જાય છે. આવી સ્થિતિમાં બંનેની વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે. હાલમાં અમે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમને તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
તમે ગમે એટલી તમારા વાળની સંભાળ રાખો, પરંતુ જો તમે પૂરતું પાણી નથી પીતા તો તમને કોઈ ફાયદો નથી થવાનો. ઠંડા પીણાં પસંદ કરો જે તમને તમારા વાળને સ્વસ્થ અને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે. તમારા આહારમાં બને ત્યાં સુધી તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
તમારા વાળને બને એટલું ઓછું બ્લો-ડ્રાય કરવાનો પ્રયાસ કરો. વાળને ડ્રાયરથી સુકવવાના બદલે ખૂલી હવામાં સૂકવો. વધુ સમય સુધી ટોવેલ બાંધીને ન રાખશો. કારણ કે તે પહેલાથી જ સુકા વાળને વધુ નુકસાન પહોંચાડશે.
ઘણીવાર છોકરીઓ ગરમીથી પરેશાન થઈને પોતાના વાળને કસીને બાંધી લે છે પરંતુ તમારે આવું ન કરવું જોઈએ, તેનાથી વાળને નુકસાન થઈ શકે છે. સૂર્યના તેજ કિરણો, વધુ પરસેવો, વારંવાર વાળ ધોવા અને ટાઈટ હેર આ તમામને પગલે તમારા વાળ નબળા પડી જતા હોય છે.
ચોમાસાની મોસમમાં ભેજને લીધે વાળ સૌથી વધુ ડેમેજ થતા હોય છે. તમારા માથાને ઢાંકવા માટે સ્કાર્ફ અથવા ટોપીનો ઉપયોગ કરો. તે તમને વધારાની યુવી પ્રોટેક્શન આપે છે, તેમજ માથાની ચામડીમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. પવનથી થતા નુકસાનને ઘટાડવા માટે ટોપીનો ઉપયોગ કરો, ખાસ કરીને જો તમારા વાળ વધુ ગુંચવાતા હોય તો ધ્યાન રાખો.