જ્યારે પણ સુંદરતાની વાત આવે છે ત્યારે સ્વસ્થ વાળ અને ક્લિઅર સ્કીનનું હોવું ખુબ જરુરી બની જાય છે. એ વાતથી આપણે પણ વાકેફ છીએ કે શારીરિક ગતિવિધિઓ આપણા માટે ખુબ જરુરી છે. આપણા આરોગ્ય અને આપણી ત્વચા માટે પણ, જો આપણે વ્યાયામ નહીં કરીએ તો માનસિક રીતે પણ સ્વસ્થ નહી રહી શકીએ, તેથી શારીરિક ગતિવિધિઓ ખુબ જરુરી છે. તેનાથી મેટાબોલિઝમ સારુ રહે છે અને આપણે પણ ઉર્જાવાન રહી શકીએ છીએ.
ચોમાસામાં એક્સરસાઈઝ કરવામાં તકલીફ પડતી હોય કે બહાર ન જઈ શકતા હોવ તો સીડીઓનો સહારો લઇ શકો છો. તમે સીડી પર ચડ ઉતર કરી શકો છો. તેનાથી સારુ વર્કઆઉટ થશે. જો તમને ડાન્સ પસંદ હોય તો તમારુ પસંદગીનું ગીત લગાવો અને ડાન્સ કરવાનુ શરુ કરી દો. ડાન્સથી તમને ઘણાં ફાયદા થશે. તમારુ વર્ક આઉટ પણ થશે અને ફ્રેશ પણ થઇ જશો. વર્કઆઉટથી તમારી સ્કીન અને હેલ્થ બંને સારા રહેશે. સવારે, બપોરે કે સાંજે 20 મિનિટ માટે આમ જરુર કરો. તે તમારા મનને ખુશીથી ભરી દેશે.
પ્રોસેસ્ડ ફુડ ત્વચા માટે બિલકુલ સારા નથી, તેથી તેનાથી દુર જ રહો. પ્રોસેસ્ડ ફુડ તમારી ત્વચા પર ખરાબ અસર કરી શકે છે. તેથી તેનાથી દુર રહેવુ સારું છે. તમે જેટલુ નારિયેળ પાણી કે જ્યુસ પી શકો તે તમારા શરીર અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે. શક્ય હોય તેટલા તાજા શાકભાજી અને ફળ- સલાડનું સેવન કરો. વધુ મસાલેદાર ખાવાથી દુર રહો. હળવું ભોજન કરો.
ત્વચાની દેખભાળ માટે ઘરેલું વસ્તુઓનો જ ઉપયોગ કરો. એક કાકડી લો. તેનો રસ કાઢી લો. તેમા કેટલાક લીંબુના ટીપાં મિક્સ કરો. હવે આ મિશ્રણને આઇસ ટ્રેમાં નાખી દો. જ્યારે તે જામી જાય ત્યારે આ ક્યુબને તમારા મોં પર ફેરવો અને થોડો સમય તેમજ રહેવા દો. તમારી સ્કીનમાં ગ્લો તો આવશે સાથે સાથે તે ફ્રેશ પણ દેખાશે. ત્વચામાં ગ્લો લાવવા આ સુપર આઇસપેક છે.
ડેડ સ્કિનના લીધે ત્વચા ડલ લાગે છે. સૌથી પહેલા એક વાટકીમાં ખાંડ લો. તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને નહાતા પહેલા સારી રીતે આખા બોડી પર લગાવીને સ્ક્રબ કરો. આ પેસ્ટ ડેડ સ્કીનને કાઢવામાં ખુબ મદદ કરે છે. આ ઉપાય કરીને તમે સ્કિનને રેડીઅન્ટ બનાવી શકો છો.