કોઈપણ સંબંધની શરૂઆત ઘણી બધી અપેક્ષાઓ સાથે થાય છે. પરંતુ જેમ-જેમ સમય પસાર થાય છે, સંબંધ વધારે ગાઢ થતો જાય છે. આપણે એકબીજાની હકીકત અને મજબૂરીને સમજવાનું શરૂ કરીએ છીએ અને વાસ્તવિક થઈએ છીએ. કહી શકાય કે, સારા સંબંધ ત્યારે પરિપક્વ બને છે જ્યારે કપલ્સ કોઈ પણ અપેક્ષા વિના એકબીજાનો સહારો બને છે. વાસ્તવમાં આ ત્યારે સંભવ છે જ્યારે સંબંધમાં વાસ્તવિકતા હોય, જ્યારે સંબંધમાં અવાસ્તવિક અપેક્ષાઓ આવી જાય છે, ત્યારે તે સંબંધ બગાડવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ અપેક્ષા છે, જે સંબંધને બગાડવાનું કામ કરે છે અને આ અપેક્ષા સંબંધમાં સચ્ચાઈથી ઉપર હોય છે.
કોઈપણ વાત કર્યા વિના બદલાવની આશા રાખવી
જો તમે એવી આશા રાખીને બેઠાં છો કે તમારો પાર્ટનર એક દિવસમાં બદલાઈ જાય, તો તમને જણાવી દઈએ કે, આ તમારી અવાસ્તવિક અપેક્ષા છે. જો તમે તમારા પાર્ટનરની કોઈ વાત બદલવા માંગો છો, તો સૌથી પહેલાં તેમની સાથે વાત કરો.
હંમેશા ઉત્સાહ રહેવો
જો તમે એવી અપેક્ષા કરો કે, તમારા સંબંધમાં હંમેશા ઉત્સાહ રહે, તમે પ્રેમમાં હંમેશા એકબીજામાં ખોવાયેલા રહો તો તે તમારી અવાસ્તવિક અપેક્ષા છે.
જણાવ્યા વિના ભાવનાને સમજવાની અપેક્ષા
આ અપેક્ષા રાખવી તમારા સંબંધમાં વાત કર્યા વિના એકબીજાની ભાવના અને વાત સમજી શકે છે. તો વ્યસ્ત જીવનમાં એકબીજા સાથે આ અપેક્ષા રાખવી ખોટી છે.
તમારા વિચારોમાં ભેદભાવ ના હોવાની અપેક્ષા
જો તમે એવું વિચારો છો કે, તમારા બંનેની વચ્ચે ક્યારેય પણ વિચારોમાં ભેદભાવ ના હોય, તો તે રીયલ લાઇફમાં શક્ય થઈ શકે નહીં.
કપલ્સમાં કોઈ પ્રાઇવેસી નથી હોતી
જો તમે એવું વિચારો છો કે, કપલ્સની વચ્ચે ક્યારેય કંઈ છુપાયેલું નથી હોતું અથવા સંબંધમાં હોવા છતાં પ્રાઇવેસીની કોઈ જરૂર નથી. તો આવી અપેક્ષા તમારા સંબંધમાં ખરાબ અસર થઈ શકે છે.
પોતાને અધુરુ માનવું
જો તમે એવી અપેક્ષા રાખો છો કે, તેના વગર તમે અધુરા છો અથવા તમારુ કંઈ નહિ થઈ શકે તો જણાવી દઈએ કે આવું કરવાથી તમે તમારા જ સંબંધ પર બોજ બની જશો.
દરેક વાતને તમારા પાર્ટનર સાથે જોડવી
અમુક એવી વાતો હોય છે, જેને તમે એકલા પણ હેન્ડલ કરી શકો છો, પરંતુ તમે દરેક વખતે એવી અપેક્ષા રાખો છો કે, તમારી સમસ્યા તેમની પણ સમસ્યા છે , તેથી બંનેએ તેમાં ઈન્વોલ્વ થવું જરૂરી છે. આવી અપેક્ષા સંબંધમાં બોજ બની શકે છે.