કરાચી હલવો: બીજા બધા પ્રકારના હલવા કરતા કરાચી હલવો એકદમ અલગ તરી આવે છે.
તૈયારીનો સમય: ૧૫ મિનીટ, બનાવવાનો સમય: ૧૦ મિનીટ
સામગ્રી:
- કૉર્નફ્લોર 1 કપ
- પાણી 2 કપ
- ફુડ કલર – કેસરી
- ખાંડ 21/2 કપ
- પાણી 1 કપ
- લીંબુ નો રસ 1/2 ચમચી
- ઘી – જરૂરિયાત પ્રમાણે
- કાજુ – જરૂરિયાત પ્રમાણે
- ઈલાયચી પાવડર – જરૂરિયાત પ્રમાણે
બનાવવાની રીત:
- સૌથી પહેલા એક વાસણ લઇ અને તેમાં પાણી અને કલર નાખે દો. અને તેને સારી રીતે મિક્ષ કરી દો.
- પછી ગેસ ચાલુ કરીને નોનસ્ટિક વાસણ લઇ તેમાં સાકર અને પાણી નાખી ખાંડને ઓગળવા દો.
- વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો અને તેમાં લીંબુનો રસ નાખી હલાવી ફરી હલાવતા રહો.
- સતત હલાવતા રહેવાનું પછી તેમાં કૉનફ્લોર નું મિશ્રણ નાખી સતત હલાવતા રહેવાનું છે જેથી તે તળિયે ચોંટી જાય નહિ.
- તે થોડું જાડુ થાય એટલે તેમાં 2 ચમચી ઘી એડ કરો અને તેને મિક્ષ કરી દો.
- તે મિક્ષ થઇ જાય ત્યાર બાદ તેમાં ફરી 2 ચમચી ઘી એડ કરો અને તેમાં કાજુના ટુકડા અને ઈલાયચી પાઉડર એડ કરી સારી રીતે હલાવીને મિક્ષ કરી દેવાનું છે.
- તેમાં મગજતરી ના બીજ પણ નાખી શકો છો.
- આ બધું નાખ્યા પછી તેને ફરી એક વાર હલાવી દો અને તેમાં ફરી 2 ચમચી ઘી નાખો.
- જયારે આ મિશ્રણ ટ્રાંસપરાંન્ટ થઇ જાય તો એક થાળીમાં ઘી લગાવી દો અને તેમાં આ મિશ્રણ નાખી દો અને તેને ઠંડુ થવા મૂકી દો.
- ઘી લગાવેલા થાળી માં ઠંડુ થઈ જાય તેને કટ કરી લો અને હવે તેની મજા લો.
- આ પ્રમાણે બનાવશો તો બહાર જેવો જ બનશે.
તમારી રેસિપી મોકલો:
હવે, તમે પણ તમારી વાનગી લાખો લોકો સુધી પહોચાડો અને પ્રખ્યાત બનો. તમારી ખાસ ગણાતી હોય એવી હટકે વાનગીની રેસિપી એના કલર ફોટો સાથે અમને મોકલી આપો. તમારી વાનગી અમે ફેસબુક પેઈજ અને અમારી વેબ સાઈટ પર તમારા નામ શહેર અને ફોટા સાથે મુકીશું ! આ માટે તમે અમારી સીટના મેનુ લીસ્ટ માં જઈને Submit Recipes પર ક્લિક કરી ત્યાર બાદ ફોર્મ ભરીને મોકલાવી શકો છો.