શ્રાવણનો મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે. કહેવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિલન થયું હતું. આ કારણે ભગવાન શિવને શ્રાવણનો મહિનો ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે શ્વાવણના મહિનામાં શિવજી વહેલા પ્રસન્ન થાય છે.
રૂદ્રાભિષેકથી ભગવાન શિવ થાય છે પ્રસન્ન
શ્રાવણના મહિનામાં ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવે છે. જો તમે પણ ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છો અને લાંબા સમયથી તેનાથી બચવાના ઉપાય શોધી રહ્યા છો તો આ વખતે શ્રાવણના મહિનામાં રૂદ્રાભિષેક જરૂર કરો. રૂદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. અહીં જાણો રૂદ્રાભિષેકના ફાયદા.
શ્રાવણનો દરેક દિવસ રૂદ્રાભિષેક માટે શુભ
રૂદ્રાભિષેકનો મતલબ એ થાય છે કે રૂદ્ર એટલે કે શિવનો અભિષેક. જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રાની વાત માનીએ તો શ્રાવણના બધા જ દિવસો ખૂબ જ શુભ હોય છે. આ દિવસોમાં તમે ગમે ત્યારે શિવજીનો અભિષેક કરી શકો છો. રૂદ્રાભિષેકને ભગવાન શિવને પ્રસન્ન કરવા રામબાણ કહેવાય છે. માનવામાં આવે છે કે તેનાથી પ્રસન્ન થઈને મહાદેવ કોઈ પણ ઈચ્છા જલ્દી પુરી કરે છે.
દરેક સમસ્યાનું સમાધાન છે રૂદ્રાભિષેક
રૂદ્રાભિષેક અલગ અલગ વસ્તુઓથી કરવામાં આવે છે. જેવી કે જળ, દૂધ, પંચામૃત, મધ, શેરડીનો રસ, ઘી અથવા ગંગાજળ વગેરે. દરેક વસ્તુઓથી રૂદ્રાભિષેક કરવાનું અલગ મહત્વ હોય છે. સામાન્ય રીતે લોકો દૂધથી રૂદ્રાભિષેક કરે છે. પરંતુ તમે આ શ્રાવણમાં પોતાની સમસ્યાના હિસાબથી પંડિત પાસેથી સલાહ લઈને વિધિ પુર્વક રૂદ્રાભિષેક કરો. તેનાથી તમારી એ પરેશાની જરૂર દૂર થશે.
દરેક પરેશાનીને કરી શકે છે દૂર
માનવામાં આવે છે કે રૂદ્રાભિષેક કરવાથી દરેક પ્રકારની પરેશાની દૂર થઈ શકે છે. જો તમારૂ સંતાન નથી તમે કોઈ બીમારીથી લાંબા સમયથી પરેશાન છો, ધન સંકેટ છે અથવા કોઈ એવી સમસ્યા છે જેનો લાંબા સમયથી ઉકેલ નથી મળી શકતો. તો તમે શ્રાવણના કોઈ પણ દિવસે રૂદ્રાભિષેક કરી શકો છો અને પોતાની મનોકામના કહો. તમારી ઈચ્છા મહાદેવ જરૂરી પુરી કરશે.