પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને હાલના બીસીસીઆઈના વડા આજે 50 વર્ષના થયા છે. ભારતીય ખેલાડીઓને વિદેશી ખેલાડીઓને ઓન ફિલ્ડ જવાબ આપતા શિખવાડ્યું હતું ગાંગુલીએ. સૌરવ ગાંગુલીનો આજે 50મો જન્મદિવસ છે. પ્રિન્સ ઓફ કોલકતા કહેવાતા આ ખેલાડી ભારતીય પ્લેયર્સમાં લડવાની અલગ આગ આપી હતી. તેમના જ કારણે આજે ભારત આજે ઓસ્ટ્રેલિયન પ્લયર્સના સ્લેજિંગની જડબાતોડ જવાબ આપતા શિખ્યા છે.
એ કેપ્ટન જેણે યુવી-ભજ્જી, સહેવાગ અને ધોની જેવા અનેક ખેલાડીઓની બનાવી દીધી લાઈફઃ
વર્ષ 2000માં મેચ ફિક્સિંગના સ્કેન્ડલ બાદ સૌરવ ગાંગુલીએ ભારતીય ટિમની સુકાની મેળવી હતી, અને તેમની આગેવાનીમાં ઘણા યુવા ક્રિકેટરો તૈયાર થયા હતા. યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની, ઝહિર ખાન, હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ, આશિષ નેહરા, મોહમ્મદ કેફ જેવા પ્રતિભાશાળી ક્રિકેટરોએ ગાંગુલીની આગેવાનીમાં ડેબ્યુ કર્યું હતું.
ગાગુંલીએ જ વિરેન્દ્ર સહેવાગને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરવા માટે કહ્યું હતું, જે બાદ સહેવાગની ગેમમાં અને કરિયરમાં બદલાવ આવ્યો હતો. સહેવાગ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતા બે ત્રિપલ સેન્ચુરી ફટકારી હતી.ગાંગુલીએ પોતાની કેપ્ટનશીપ દરમિયાન કેટલા બહાદુરી ભર્યા નિર્ણયો પણ લીધા હતા. જેમકે, જ્યારે ભારત પાસે કોઈ વિકેટ કિપર બેટર ન હતો. ત્યારે, પોતાના વાઈસ કેપ્ટન રાહુલ ડ્રવિડની તેમણે વિકેટ કિપિંગ કરવા કિધી હતી. અને તેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. તેમની જ આગેવાનીમાં ભારતે 2001માં ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રિલાયામાં જ હરાવ્યું હતું. ઈંગ્લેન્ડનમાં 2002 નેટવેસ્ટ ટ્રોફી ભારતને જીતાવી હતી. અને તેમની સૌથી મોટી સિદ્ધી ગણી શકાય તે બતી 2003નો વિશ્વ કપ, જેમાં ભારત ફાઈનલ સુધી પહોંચ્યું હતું. 2005માં તેમણે ભારતના કટ્ટર હરિફ એવા પાકિસ્તાન સામે પણ ટેસ્ટ શ્રેણી જીતી હતી.
ઉપનામોના રાજા સૌરવઃ
‘દાદા’, ‘પ્રિન્સ ઓફ કોલકતા’, ‘ગોડ ઓફ ઘ સ્ટાઈલ્સ’, ‘કિંગ ઓફ કમ્બેક્સ’, મહારાજ, ‘રોયલ બેંગોલ ટાયગર’ આ નામ સૌરવ ગાંગુલીને તેમના ફેન્સ અને તેમના સાથી ખેલાડીઓ દ્વારા અવામાં આવ્યા હતા. જ્યોફ્રી બોયકોટે તેમને ‘ધ પ્રિન્સ ઓફ કોલકતાનું નાંમ આપ્યું હતું. તેમના પરિવાર દ્વારા તેમને ‘મહારાજ’ નામન આપવામાં આવ્યું હતું. સ્ટિવ વોઘને ટોસ માટે રાહ જોવળાવી કે પછી લોર્ડસની બાલકનીમાંથી ટીશર્ટ કાઢી લહેરાવી દરેક વાત ગાંગુલીની આજે પણ લોકોને યાદ છે.
લોર્ડસના રાજાઃ
સૌરવ ગાંગુલીએ 1992માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન ડે મેચમાં ડેબ્યુ કર્યું હતું. પણ બાદમાં તેમનું વર્તન ખરાબ હોવાનું કારણ આપી તેમને ટિમમાંથી બરતરફ કરાયા હતા.
જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે પોતાના પર્ફોમન્સથી લોકોને સતબ્ધ કર્યા હતા અને 1996માં તેમના ટીમમાં લેવા માટે મજબૂર કર્યા હતા. ગાંગુલીનો લોર્ડસ મેદાન ખાતેની ડેબ્યુ ટેસ્ટ મેચ કોઈ સપાનથી ઓછી ન હતી. તેમણે પોતાની પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરી બનાવી હતી.
ગાંગુલીએ પોતાના 311 મેચના વન ડે કરિયરમાં 11,163 રન બનાવ્યા હતા. જેમાં, 22 સદી અને 72 અર્ધ સદી સામેલ છે. જ્યારે, 113 ટેસ્ટ મેચમાં ગાંગુલીએ 7,212 રન કર્યા છે. જેમાં, 16 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરી કરી હતી.
ગાંગુલી, એક સંચાલકઃ
2008માં ક્રિકેટને અલવિદા કહ્યા બાદ દાદાએ પસંદ કર્યું ક્રિકેટને પરત કઈ આપવું. તેઓ ક્રિકેટ એસોશિયેશન ઓફ બેંગાલના પ્રેસિડેન્ટ બન્યા હતા. અને 23 ઓક્ટોબર 2019ના રોજ બીસીસીઆઈના 39માં પ્રેસિડેન્ટ બન્યા.