કોલેસ્ટેરોલ એક મીણ જેવો પદાર્થ છે જે યકૃતમાં બને છે અને શરીરના દરેક ભાગમાં જોવા મળે છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે, એક ગુડ કોલેસ્ટ્રોલ અને બીજું બેડ કોલેસ્ટ્રોલ. જો બેડ કોલેસ્ટ્રોલની વાત કરીએ તો તે આપણી આર્ટરીજમાં જમા થઇ શકે છે, જે અનેક બીમારીઓને નોતરે છે. આપણા શરીરમાં હેલ્થી સેલ્સ બનાવવા માટે કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. પરંતુ શરીરમાં તેનું પ્રમાણ વધુ હોવાથી અનેક પ્રકારની હ્યદય સંબંધિત બીમારી થવાનો ખતરો વધી જાય છે.
શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ફેટી ફૂડ ખાવાથી, કસરત ન કરવાથી, ઓવરવેટ હોવાથી, સ્મોકિંગ અને ડ્રિંક કરવાથી વધે છે. ઘણી વખત તે જેનેટિ પણ હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાના કોઇ સંકેતો પણ નથી મળતા, પરંતુ સમસ્યા એટલી ગંભીર બની જાય છે કે અનેક રોગો શરીરમાં ઘર કરી બેસે છે. ઘણી વખત તમને શરીરના અલગ અલગ ભાગમાં ક્રેમ્પ થાય છે. જે પેરિફેરલ આર્ટરી ડિસીઝનો સંકેત હોય છ. જે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી થાય છે.
પેરિફેરલ આર્ટરી ડિસીઝ એક એવી બીમારી છે જેમાં આપણા માથા, ઓર્ગન્સ અને પગ સુધી બ્લડ લઇને જતી આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલ જમા થઇ જાય છે. આ એક સામાન્ય સર્ક્યુલેટરી સમસ્યા છે, જેમાં આર્ટરીઝ ખૂબ જ પાતળી થઇ જાય છે, જેના કારણ પગમાં અને આર્મ્સ સુધી પર્યાપ્ત પ્રમાણમાં બ્લડ પહોંચી શકતું નથી. પીએડીનું મુખ્ય કારણ એજીંગ, ડાયાબિટીઝ અને સ્મોકિંગ છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોના સર્જરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી અમુક લક્ષણો તમારા શરીરમાં દેખાવા લાગે છે. જેમાં એક લક્ષણ છે ક્રેમ્પ્સ. કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી પગ, જાંઘ, સાથળ અને પંજામાં ક્રેમ્પ્સની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જોકે, થોડીવાર આરામ કર્યા બાદ આ ક્રેમ્પ્સ આપમેળે ઠીક થઇ જાય છે. પેરિફેરલ આર્ટરી ડિસીઝના અન્ય લક્ષણો પણ છે. જેમાં પગની ઇજાઓ ધીમે ધીમે અથવા બિલકુલ ઠીક ન થવી. આ દરમિયાન ત્વચા પીળી અથવા તો બ્લૂ રંગની લાગી શકે છે. સાથે જ એક પગનું તાપમાન બીજા પગની સરખામણીમાં વધુ કે ઓછું હોઇ શકે છે. આ સાથે જ નખ વધવાની સ્પીડ પણ ઘટી જાય છે. જોકે, ઘણા લોકોમાં પેરિફેરલ આર્ટરી ડિસીઝના કોઇ પણ લક્ષણ નજરે આવતા નથી. એવામાં જો તમને આ તમામમાંથી કોઇ પણ લક્ષણ દેખાય છે અથવા દુખાવો થાય છે તો ડોક્ટરને જરૂર બતાવો.