iQoo 7 Price Cut: iQoo આ મહિનાની અંદર તેનો લેટેસ્ટ સ્માર્ટફોન iQoo 9T લોન્ચ કરશે. જો કે, નવા સ્માર્ટફોનના લોન્ચ પહેલાં જ iQoo દ્વારા ગત વર્ષે લોન્ચ કરેલાં iQoo 7 સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં iQoo દ્વારા iQoo 7 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન બે વેરિયન્ટમાં આવે છે અને કંપની દ્વારા બંને વેરિયન્ટની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જાણો આ બંને વેરિયન્ટની કિંમતોમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે, અને હવે આ બંને વેરિયન્ટની નવી કિંમત કેટલી છે અને તેમાં કેવા પ્રકારના સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે.
ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીએ iQoo 7ને બે વેરિયન્ટમાં લોન્ચ કર્યો હતો. જેમાં 8GB+128GB વેરિયન્ટની કિંમત 31,990 રૂપિયા અને 12GB+256GB વેરિયન્ટની કિંમત 35,990 રૂપિયા હતી. હવે આ બંને વેરિયન્ટની કિંમતોમાં 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહક 8GB વેરિયન્ટને 29,990 રૂપિયામાં અને 12GB વેરિયન્ટને 33,990 રૂપિયામાં ખરીદી શકશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઉપરાંત એમેઝોન ઈન્ડિયા ઉપર પણ નવી કિંમતો લાગુ પડી ચૂકી છે. આ સ્માર્ટફોનમાં બે કલર ઓપ્શન આપવામાં આવ્યા છે- સોલિડ બ્લી અને સ્ટોર્મ બ્લેક.
iQoo 7 octa-core Qualcomm Snapdragon 870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. અને તેમાં 8GB/12GBની રેમ અને 128GB અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન Android 11 પર આધારિત કંપનીની FunTouch OS 11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. તેમાં 6.62 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1080×2400 પિક્સલ રિઝોલ્યૂશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે.
iQoo 7 સ્માર્ટફોનમાં 66W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4400mAhની દમદાર બેટરી આપવામાં આવી છે અને તેમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો, iQoo 7માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 48MP મેઈન સેન્સર, 13MP અલ્ટ્રાવાઈડ એંગલ કેમેરા અને 2MP મેક્રો સેન્સર કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સેલ્ફી અને વિડીયો કોલ્સ માટે આ સ્માર્ટફોનમાં 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.