ચોકલેટ એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક લોકોને ખુબ જ પસંદ હોય છે. ઘણા ઓછા લોકો એવા હશે જેને ચોકલેટ પસંદ નહીં હોય અને જેને ચોકલેટનું નામ સાંભળીને મોઢામાં પાણી નહીં આવતા હોય. દુનિયાના લગભગ લોકોને ચોકલેટ ખુબ જ પસંદ છે અને આવમાં ચોકલેટ તરફ આટલો પ્રેમ જોઇને દર વર્ષે 7 જુલાઈના “વર્લ્ડ ચોકલેટ ડે’ મનાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે વર્લ્ડ ચોકલેટ ડે સૌપ્રથમ વર્ષ 2009 માં મનાવવાની શરૂઆત થઇ હતી. જો કે એ દિવસે જ વર્ષ 1550માં યુરોપમાં ચોકલેટના શરુઆતની વર્ષગાંઠ મનાવવામાં આવતી હતી. ચોકલેટ ડે મનાવવા માટે ત્યાના લોકો ફક્ત ચોકલેટ ખાતા નહીં પણ તેના મિત્રો અને પ્રિયજનોને ચોકલેટ ગીફ્ટમાં પણ આપતા. જો કે ચોકલેટને એન્ટીઓક્સીડન્ટનો ખજાનો માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય માટે ચોકલે ઘણી સારી ગણવામાં આવે છે. ચાલો આજે અમે તમને ચોકલેટ ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
સ્ટ્રેસને ઓછો કરે છે
કોકોમાં હાજર એન્ટીઓક્સીડન્ટ સ્ટ્રેસને ઓછુ કરવામાં ઘણી મદદ કરે છે. માનવામાં આવે છે કે ચોકલેટ ખાવાથી સ્ટ્રેસને વધારતા હોર્મોન નિયંત્રિત રહે છે અને વ્યક્તિનો મૂડ હંમેશા સારો રહે છે અને તેને જલ્દી જ કોઈ વાતનો સ્ટ્રેસ આવતો નથી.
બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે
ચોકલેટ તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું બનાવવામાં ઘણી મદદ કરે છે. માનવામાં આવે છે કે ચોકલેટમાં હાજર ફ્લેવેનોલ્સ લોહીના જમાવડાને રોકે છે અને તેનાથી લોહીનું ભ્રમણ સારું થાય છે.
વજન ઉતારવામાં કારગાર
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ચોકલેટ ખાવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. જો તમે વજન વધી જવાના ડરે ચોકલેટ નથી ખાતા તો આજથી જ ફરી ખાવાની શરુ કરી દો. દરેક રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે ચોકલેટ ન ખાતી વ્યક્તિનો વજન વધુ વધે છે.
હ્રદયને તંદુરસ્ત રાખે છે
ચોકલેટને હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી ગણવામાં આવે છે. તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. એવામાં ચોકલેટ ખાવાથી હાર્ટ અતેકનો ખતરો પણ ટળી શકે છે.
રિંકલ્સને દૂર કરે છે
જો તમે લાંબા સમય સુધી જુવાન દેખાવવા માંગો છો તો તમારે નિયમિત રૂપે ચોકલેટનું સેવન કરવું જોઈએ. ચોકલેટ ખાવાથી સ્કીન સારી રહે છે અને રીન્ક્લ્સ પણ દૂર થાય છે જેથી સ્કીન ઘણી ફ્રેશ નજર આવે છે.