ક્યારેય સાંભળ્યું છે કે એક આખા દેશમાં ગણતરીના કુલ 30-35 લોકો અને જાનવરો રહે છે, નહીં ને? એક દેશની વાત આવે એટલે કરોડો અબજો લોકો અને અઢળક પશુ પક્ષીઓ, સરકાર, કેન્દ્ર અને રાજ્યો યાદ આવે પણ આજે મે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જયાની કુલ વસ્તી વિશે જાણીને તમે અચંબામાં પડી જશો. અમેરિકન નેવાદા રાજ્યમાં એક નાનો એવો દેશ છે જેને લોકો ‘રિપબ્લિક ઓફ મોલોસીયા’ ના નામે ઓળખે છે. નેવાદા એક મોટું રાજ્ય છે જે ત્યાંનાં ઇતિહાસ અને જંગલી પશ્ચિમ પદચિહ્ન માટે ઘણું જાણીતું છે. જો કે આ રાજ્યના સીમાની અંદર એક દેશ આવેલ છે. તેને મોલોસીયા ગણરાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશમાં એ બધુ છે જે એક સંપૂર્ણ રાષ્ટ્રમાં હોય છે. ચાલો જેની આ એક અદભૂત દેશ અને ત્યાં વસેલ વસ્તી વિશે.
રિપબ્લિક ઓફ મોલોસીયા કાર્સન શહેરના પશ્ચિમમાં લગભગ ત્રીસ મિનિટ દૂર આવેલ છે. આ એક માઇક્રોશન ગણરાજ્ય છે, તે એક નાનો એવો દેશ છે. મોલોસીયા બે એકર જમીનમાં આવેલ એક નાનો એવો દેશ છે. આ દેશને મૂળરૂપે ગ્રેન્ડ રિપબ્લિક ઓફ વલ્ડસ્ટીન પણ કહેવામાં આવે છે. તેની સ્થાપના 1977 માં થઈ હતી અને 1998 માં કીંગડમ પફ મોલોસીયા તરીકે પરિવર્તિત થઈ ગયું હતું.
કેવિન વોગ નામનો વ્યક્તિ ત્યાં શક્ષણ કરતો હતો. જેને તેના એક મિત્ર સાથે આ દેશની સ્થાપન કરી હતી. મોલોસીયા દેશમાં ઘણા ફરવાલયક સ્થળો આવેલ છે. ત્યાં ફેન્ડશીપ ગેટવે, બેન્ક ઓફ કીકૈસિયા અને મોલોસીયા સરકારી ઓફિસ પણ આવેલ છે.આ દેશની મુલાકાત પ્રવાસી કરી શકે છે પણ ત્યાં કોઈ પ્રવાસી એમ જ પંહોચી શકતો નથી. આ જગ્યાની મુલાકાત લેવા માટે દેશની વેબસાઇટ પર રજીસ્ટર કરાવવું પડે છે. આ દેશની રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી છે પણ મૂળ ત્યાં એસપેરાન્તો અને સ્પેનિશમાં પણ વાતચીત થાય છે.
આવા સ્વઘોષિત દેશોને માઇક્રોશન કહેવામાં આવે છે. આવ્યા દેશોને ન તો સંયુક્ત રાષ્ટ્રની માન્યતા છે કે ન તો બીજા કોઈ દેશોની. એમની પાસે એમની પોતાની બોર્ડર, કાયદા-કાનૂન, બેન્કિંગ સિસ્ટમ, સૈનિક અને રહેવાસી હોય છે. જો કે કોઈ પણ પાડોશી દેશો આવા દેશોને ગણકારતા નથી. આ દેશમાં કુલ 30 લોકો રહે છે અને ત્યાં 4 કુતરાઓ છે એટલે આ દેશમાં કુલ 34 જીવ વસવાટ કરે છે.