આલિયા ભટ્ટે જ્યારથી પોતાની પ્રેગ્નેંસી ન્યૂઝ શેર કરી છે, દરેક જગ્યાએ આલિયા…આલિયા થઈ રહ્યુ છે. મતલબ ગૂગલ પર આલિયાનું નામ નાખતા જ તેનાથી જોડાયેલ તમામ ખબરો તમારી સામે આવી જાય છે. તેનાથી એક વાત સાફ છે કે, આલિયાની ફેન ફોલોઇંગ જોરદાર છે.
પ્રેગ્નેંસી પીરિયડ એન્જોય કરી રહેલી આલિયા પણ ફેન્સને નારાજ નથી થવા દેતી. તે વારંવાર સોશ્યલ મીડિયા પર કંઈકને કંઈક શેર કરતી રહે છે. ચાલો જાણીએ કે આ વખતે એક્ટ્રેસે શું નવું પોસ્ટ કર્યુ છે.
નાની ઉંમરમાં સફળતાની મિસાલ કાયમ કરનાર આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર પિન્ક કલરની ડ્રેસમાં ફોટો પોસ્ટ કર્યા છે. ડ્રેસ કેટલી સ્ટાઈલિશ છે તેના પર વાત કરીશું, પરંતુ તેના પહેલા બાકીની જરૂરી વાત કરીશું
પિન્ક કલરની મિની ડ્રેસ પહેરીને આલિયા ભટ્ટ પોતાની સગાઈની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, ગ્લોસી મેકઅપમાં આલિયાએ પોઝ આપ્યો હતો, તેની તારીફમાં જેટલું પણ કહીએ ઓછું જ રહેશે.
ફોટો શેર કરતા સમયે આલિયા લખે છે કે આ વર્ષે મેં કંઈક આ રીતે કોફી પીધી. આલિયાનો આ અંદાજ દરેકને ખૂબ પસંદ આવી રહ્યો છે. પિન્ક કલરની ફ્લાવર પ્રિન્ટેડ મિની ડ્રેસમાં આલિયા ગજબની સુંદર લાગી રહી છે