શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે, આ કારણે તમે સફર કરવાથી ડરો છો તો હવે તમે નિશ્ચિંત થઈ જાઓ, કેમકે અહીં તમે જાણી શકશો કે ઘરગથ્થુ ઉપચારથી મુસાફરીની આ તકલીફને કેવી રીતે ટાળી શકાય છે.
1. લીંબુ-
જ્યારે પણ કોઇ પ્રવાસ માટે નીકળો, ત્યારે તમારી સાથે એક લીંબુ જરૂર રાખો. જરા પણ ખરાબ મન થાય તો, આ લીંબુને છોલીને સૂંધો, એવું કરવાથી તમને ઉલ્ટી થશે નહીં.
2. કાળા મરી અને સંચળ-
લીંબુને કાપીને, તેના પર કાળા મરી અને સંચળ ભભરાવીને ચાટતા રહો. આ રીત પણ તમને ઉલ્ટી થવાથી બચાવી શકે છે.
3. લવિંગ પીસીને રાખો –
થોડા લવીંગને શેકીને, તેને પીસી લો અને એક ડબ્બામાં ભરીને રાખી લો. જ્યારે પણ મુસાફરી કરો કે ઉલ્ટી જેવું મન થાય તો તેને ફક્ત એક ચપટી જેટલી ખાંડ કે સંચળની સાથે મોંઢામાં રાખી લો. થોડાક તુલસીના પત્તા પણ તમારી સાથે રાખો, તેને ખાવાથી પણ ઉલ્ટી નહીં થાય.
4. ઈલાયચી-
લવીંગની જેમ ઈલાયચી ખાવાથી પણ જલ્દી આરામ મળે છે. તેના ઉપરાંત પ્રવાસમાં નીકળતા પહેલા પણ ઈલાયચીવાળી ચા પીને તમે મુસાફરી માટે નીકળી શકો.
5. લીંબુ અને ફુદીનાનો જ્યુસ-
તેના ઉપરાંત મુસાફરીમાં જતા સમયે એક બોટલમાં લીંબુ અને ફુદીનાનો રસ સંચળ નાંખીને રાખો અને પ્રવાસ દરમિયાન તેને થોડું-થોડું પીતા રહો
6. જીરું પાવડર પીવો-
જીરા પાવડરને પાણીમાં મિક્સ કરીને ઘરેથી નીકળતા પહેલા પી લો. તેને પીવાથી ઉલ્ટી, ઉબકા જેવી સમસ્યાઓ મુસાફરી દરમ્યાન નહીં થાય.