NTPC એ દેશના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી દીધું છે. તેલંગાણાના રામાગુંડમના આ પ્રોજેક્ટથી 100 મેગાવોટ પાવર મળશે. તેના કમિશનિંગ સાથે, દક્ષિણ ભારતમાં ફ્લોટિંગ સોલાર ક્ષમતાનું વ્યાવસાયિક ઉત્પાદન વધીને 217 મેગાવોટ થઈ ગયું છે. અગાઉ એનટીપીસીએ કેરળના કયામકુલમ ખાતે 92 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેક્ટ અને આંધ્રપ્રદેશના સિમ્હાદ્રી ખાતે 25 મેગાવોટથી વીજ ઉત્પાદન શરૂ કર્યું હતું.
એનટીપીસીના આ પ્રોજેક્ટમાં 423 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે એક જળાશયના 500 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રોજેક્ટને 40 વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, દરેક સેગમેન્ટ 2.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. ફ્લોટિંગ સોલાર પેનલ્સને કારણે દર વર્ષે લગભગ 32.5 લાખ ઘન મીટર પાણીનું બાષ્પીભવન અટકાવવામાં આવશે.
નોંધનિય છે કે, આ સિસ્ટમ વોટર બોડી સોલર મોડ્યુલનું તાપમાન સંતુલન જાળવવામાં પણ મદદ કરશે. ઉત્પન્ન થતી વીજળી આડકતરી રીતે કોલસાના વપરાશમાં વાર્ષિક 1,65,000 ટન જેટલો ઘટાડો કરશે, જેનાથી દર વર્ષે 2,10,000 ટન ઓછા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે.