ફરવાની વાત આવે એટલે દરેક લોકો રેડી જ હોય. ફરવાની મજા કોને ના આવે. આમ, જ્યારે ફરવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો પહાડોમાં જવાનું પહેલા વિચારતા હોય છે. પહાડોંમાં કુદરતી નજારો, વાતાવરણ અને શાંતિ લોકોને આકર્ષિત કરે છે. શહેરોમાં ગરમીનું પ્રમાણ વધતા જ લોકો પહાડોમાં જવાનું પ્લાનિંગ કરતા હોય છે. પહાડોમાં ફરવા જવા માટે પહેલા અનેક પ્રકારનું પ્લાનિંગ કરવુ પડે છે. ઘણાં લોકો પહાડોમાં ફરવા જાય ત્યારે ઉલટી જેવી સમસ્યા થતી હોય છે. તો જાણી લો તમે પણ પહાડોમાં ફરવા જતા પહેલા ખાસ કઇ બાબતોનું ધ્યાન રાખશો.
• શહેરોની જેમ પહાડોમાં દરેક જગ્યાએ ગાડી જઇ શકતી નથી. તમે હિલ સ્ટેશન જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વાતને માનસિક અને શારિરિક રીતે તૈયાર કરી લો કે તમારે થોડુ કે વધારે ચઢવાનું રહેશે.
• અનેક લોકો પહાડોમાં ચઢતા સમયે પગમાં દુખાવાની ફરિયાદ કરતા હોય છે. તમારી સાથે આવું ના થાય એ માટે તમે હિલ સ્ટેશન પર જતા પહેલા થોડા દિવસ પહેલાથી જ થોડુ ઘણું ચાલવાની આદત પાડો જેથી કરીને તમને પાછળથી કોઇ તકલીફ ના થાય.
• પહાડોમાં ફરવા જાવો ત્યારે ખાસ કરીને તમારી સાથે એક નાની હેન્ડબેગ રાખો. જેથી કરીને ફરવા જતી વખતે તમારી જરૂરિયાતની વસ્તુ સાથે હોય.
• મોજા, સ્વેટર કે પછી ખાવા-પીવાની થોડી વસ્તુઓ તમારી સાથે રાખો જેથી કરીને તમને ભૂખ લાગે ત્યારે તમે મન ભરીને ખાઇ શકો.
• પહાડોમાં ફરવા જાવો ત્યારે ફ્લેટ કે હિલ ચંપ્પલ પહેરીને જશો નહિં. બને ત્યાં સુધી કોઇ સારી કંપનીના શુઝ પહેરીને જાવો.
• ફરવા જાવો ત્યારે ખાસ કરીને સાથે ઉલટી, તાવની દવા લઇ લો જેથી કરીને તબિયત વધારે ખરાબ ના થાય.