દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ ઘણી પરંપરાઓ અને રિવાજોમાં માને છે. આ પરંપરાઓને ધર્મ અથવા આસપાસની માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે. કેટલીક પરંપરાઓ વિચિત્ર હોય છે. આજે અમે તમને ઈન્ડોનેશિયાના એક એવા ગ્રુપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો પોતાના મૃત બાળકોના મૃતદેહને ઝાડના થડની નીચે દફનાવે છે. જી હા અહીં મૃતદેહને ઝાડની અંદર દફનાવવાની પરંપરા છે.
ઈન્ડોનેશિયાના આ લોકો પોતાના બાળકોના મોત થવા પર આવી પરંપરા ફોલો કરે છે. તેના માટે પહેલાથી ઝાડના થળને અંદરથી ખોખલુ કરવામાં આવે છે. બાળકના મોત બાદ તેને કપડામાં લપેટીને આ ઝાડના થડમાં દફનાવી દેવામાં આવે છે. તેનાથી શબ ધીરે ધીરે પ્રાકૃતિક રૂપથી ઝાડનો ભાગ બની જાય છે. ત્યાંના લોકોનું માનવું છે કે આ રીતે દુનિયાથી ગયા બાદ પણ તે બાળક ઝાડના રૂપમાં હંમેશા ત્યાં રહે છે.
ઈન્ડોનેશિયાના તાના તરોઝામાં આવી અજીબોગરીબ પરંપરા છે. અહીં રહેતા અન્ય એડલ્ટ લોકોના અંતિમ સંસ્કાર તો સામાન્ય રીતે જ કરવામાં આવે છે પરંતું જ્યારે કોઈ બાળકનું મોત થઈ જાય છે ત્યારે આ પરંપરા નિભાવવામાં આવે છે. બાળકના મોતથી લોકોમાં શોકનો માહોલ હોય છે પરંતુ પોતાના બાળકને પ્રકૃતિ સાથે જોડવાનો ઉત્સાહ તેમને ગર્વથી ભરી દે છે.
આ પરંપરા ઈન્ડોનેશિયાના મકાસ્સરથી લગભગ 186 મીલ દૂર રહેનાર તાના તરોજામાં છે. લોકો પોતાના બાળકને ઝાડના થડમાં દફનાવે છે અને ઝાડને પોતાનું બાળક સમજવા લાગે છે. ઝાડની અંદર ખોલી સ્પેસને અહીં રહેતા લોકો જ બનાવે છે. તેમનું કહેવું છે કે ભલે ભગવાન તેમના પાસેથી બાળક છીનવી લે પરંતુ આ રીતે તે બાળક તેમનાથી દૂર નથી જતુ.