ઘણી વખત માણસોને ઉલટી થતી હોય છે. મોં દ્વારા પેટમાંથી ખોરાક બહાર આવવાની પ્રક્રિયાને ઉલટી કહે છે. મોટાભાગના લોકોને ગેસ અને અપચોને કારણે ઉબકા આવવા લાગે છે. એમ તો દિવસ કે રાત્રે કોઈપણ સમયે ઉલ્ટી થઈ શકે છે. પરંતુ કેટલાક લોકોને સવારે ખાલી પેટ ઉલ્ટી થવાની સમસ્યા હોય છે. આવું થતું હોય તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી પેટ ઉલ્ટી થવાનું શું કારણ હોઈ શકે છે એ જાણી લેશો તો પણ તમને વાંધો નહીં આવે. જાણી લો આ કારણોસર, ખાલી પેટ થાય છે ઉલટી.
લો બ્લડ સુગર અને ભૂખ
લો બ્લડ શુગર અને ભૂખ એકસાથે હોવાથી સવારે ખાલી પેટે ઉલટી થઈ શકે છે. આ સ્થિતિમાં વ્યક્તિને ચક્કર આવે છે. ઘણી વખત બેહોશી જેવું પણ થઈ શકે છે. બીજી તરફ સવારે બ્લડ સુગર ઓછું થઈ શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓને ખોરાક વગર ઉલટી થઈ શકે છે. તેનાથી બચવા માટે સવારે ઉઠ્યા બાદ પહેલા કંઈક ખાઓ.
ચિંતાને લીધે પણ થાય છે આવી સમસ્યા
ઘણી વખત ખાલી પેટ ઉબકા અને ઉલટી થવાનું એક કારણ ચિંતા હોઈ શકે છે. જો તમે આખો દિવસ તણાવમાં હોવ અથવા સવારે ઉઠ્યા પછી પણ જો તમે ચિંતિંત રહેતા હોવ તો તમને ઉલટી ઉબકા જેવી ફિલિંગ રહેતી હોય છે.
આધાશીશી અથવા માથાનો દુખાવો
જ્યારે તમને માઈગ્રેન અને માથાનો દુખાવો હોય ત્યારે તમને ઉલટી થઈ શકે છે. ક્લસ્ટર માથાનો દુખાવો ઉબકાનું મુખ્ય કારણ હોઈ શકે છે. જણાવી દઈએ કે ભૂખને કારણે લો બ્લડ સુગર માઇગ્રેનનો માથાનો દુખાવો પેદા કરે છે. જો તમને સવારે ઉઠ્યા પછી માથાનો દુખાવો થાય છે, તો આ સમય દરમિયાન તમને ઉલટી થઈ શકે છે. ઘણી વખત સવારે ખાલી પેટ ઉલટી જેવું લાગતું હોય છે. આ સાથે તમને ચક્કર આવવા, ડ્રાય સ્કિન, જેવા લક્ષણો જોવા મળી શકે છે. એવામાં તમારે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ.