ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન રોહિત શર્મા પાસે કેપ્ટનશિપ માટે વધુ સમય બચ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા પાસેથી ટેસ્ટ, વન ડે અને ટી-20ની કેપ્ટન્સી છીનવી શકે તેવા બે ક્રિકેટરો છે. આ ત્રણેય બેટ્સમેનો અત્યંત તોફાની બેટીંગમાં પણ પારંગત છે. રોહિત શર્માની ઉંમરને જોતાં તે ભારતીય ક્રિકેટ ટીમ પર લાંબા સમય સુધી રાજ નહીં કરે. રોહિત શર્મા હાલ 35 વર્ષનો છે અને સાથે આવા જ બે ખતરનાક ક્રિકેટરો છે, જે ટેસ્ટ, વન ડે અને ટી-20માં રોહિત શર્મા પાસેથી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી સંભાળી શકે છે.
હાર્દિક પંડ્યા પાસે ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન બનવાની ક્ષમતા છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ જ કારણે ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. હાર્દિક પંડ્યા સ્માર્ટ માઇન્ડ ધરાવે છે. હાર્દિક પંડ્યામાં કેપ્ટન બનવાના તમામ ગુણ છે. આઇપીએલ 2022માં પણ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સને આ વર્ષે ટ્રોફી જીતાડી હતી
જો ભારતે નવો કેપ્ટન બનાવવો હોય તો કે.એલ રાહુલ સારી પસંદગી છે. તેણે સારો દેખાવ કર્યો છે. તે આઈપીએલની સાથે સાથે 50 ઓવરના ક્રિકેટમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સારો દેખાવ કરી રહ્યો છે. આગામી ટી -20 વર્લ્ડ કપ 2022 માં ઓસ્ટ્રેલિયામાં રમાશે, જેને કોવિડ-19 મહામારીને કારણે 2020 માં મુલતવી રાખવામાં આવ્યો હતો. ભારત 2023માં વન ડે વર્લ્ડકપની યજમાની કરશે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ પાસે શાનદાર પ્રદર્શન કરવાની અને ભારતના આગામી કેપ્ટન બનવાની તક હશે. કેએલ રાહુલ શાનદાર વિકેટકીપર અને કમાલનો બેટ્સમેન છે.