ઝેબ્રાના શરીર પર બનાવેલા પટ્ટાઓ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હંગરી યુનિવર્સિટીના તાજેતરના સંશોધનમાં સામે આવ્યું કે, ઝેબ્રાના શરીર પર બનાવેલા કાળા-સફેદ પટ્ટાઓ તેને રક્ત-શોષી હોર્સફ્લાયથી સુરક્ષિત કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે, આ પટ્ટાઓ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, જેના કારણે હોર્સફ્લાય પોતાના સિકારને જોઈ શકતું નથી…
રિસર્ચની ૫ ખાસ વાતો
૧. યુનિવર્સિટી દ્વારા કરેલા આ રિસર્ચમાં વધુ સારી રીતે સમજવા માટે માણસના પુતળા પર સફેદ અને કાળા કલરના પટ્ટા બનવવામાં આવ્યા.
૨. રિસર્ચમાં સામે આવ્યું કે હોસ્ફલાઈન સફેદ પૂતળાથી દૂર રહે છે. વૈજ્ઞાનિકો અનુસાર સફેદ પૂતળા કરતા ભૂરા રંગ પર હોર્સફ્લાય ૧૦ ટકા વધુ આકર્ષીત થાય છે.
૩. રોયલ સોસાયટી પત્રિકાના સંશોધન પ્રમાણે, જેબ્રા પરના સફેદ અને કાળા પટ્ટાને લઇને એક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે જેબ્રા પર રહેલા કાળા પટ્ટાઓ તેને જંતુઓના જોખમથી બચાવે છે.
૪. ક્યારેક કેટલાક આદિવાસીઓ પણ પોતાના શરીર પર આ પ્રકારે સફેદ અને કાળા બનાવે છે. અને તેઓ જંતુઓથી બચવા માટે આ પ્રકારના પટ્ટાઓ બનાવતા હોય છે. ત્યારે સ્તનધારી પ્રાણીઓ માં જેબ્રાના શરીર પર હોર્સફ્લાયની અસર ઓછી જોવા મળે છે.
૫. ઝેબ્રાના શરીર પર કાળા-સફેદ પટ્ટાઓ શા માટે છે તેના વૈજ્ઞાનિકોએ જુદા જુદા જવાબો આપ્યા છે, પરંતુ કોઈ પણ જવાબ તેને સંપૂર્ણપણે પુષ્ટિ આપતું નથી. કેટલાક વૈજ્ઞાનિકો અનુસાર, આ પટ્ટાઓના આધારે, ઝેબ્રા એકબીજાને ઓળખે છે. કેટલાક કહે છે કે તે તેમની તંદુરસ્તી બતાવે છે.