લગ્ન બાદ કપલનું આખું જીવન બદલાઈ જાય છે. ખાસકરીને મહિલાઓ માટે લગ્ન બાદ ઘણા બદલાવો થાય છે. નવા નવા લગ્નમાં કપલ વિચારે છે કે મારો પાર્ટનર મારા માટે તે બધું કામ કરશે, જેથી મને ખુશી મળે છે, પરંતુ લગ્ન બાદ એ જરૂરી નથી કે જે આશા સાથે પતિનાં ઘરે તમે આવો છો, તે આશા પૂરી થાય, કેમકે મોટા ભાગની મહિલાઓને લગ્ન પછી ઘણી આશાઓ હોય છે. આવામાં તમારે અમુક ભૂલો ન કરવી જોઈએ, જેથી તમારો સંબંધ ખરાબ થઇ શકે છે.
આવો જાણીએ કે આવી કઈ કઈ ભૂલો છે, જે તમારે ન કરવી જોઈએ. આ ઉપરાંત નવા લગ્ન બાદ પાર્ટનર અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. મોટાભાગના લોકો લગ્ન બાદ પોતાની પ્રાયોરીટી બદલતા નથી, જેને કારણે તેમના સંબંધમાં ખટાશ આવી શકે છે. કોશિશ કરો કે લગ્ન બાદ તમે તમારા પાર્ટનર સાથે વધારે સમય વિતાવો.
લગ્ન બાદ ક્યારેક ક્યારેક ભૂલો સંબંધમાં શરૂઆતથી જ સમસ્યાઓ પેદા કરી શકે છે. આવામાં સૌથી પહેલી ભૂલ છે પરફેક્શનની આશા. તમારે સમજવું પડશે કે તમે અને તમારો પાર્ટનર બંને અલગ અલગ વાતાવરણમાં ઉછર્યા છો અને બંનેનો સ્વભાવ અલગ અલગ છે. એટલા માટે લગ્ન થયા બાદ પોતાના પાર્ટનરમાં પરફેક્શનની આશા રાખવાથી તમારા સંબંધમાં તણાવ વધી શકે છે.
આ ઉપરાંત, મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું પડે છે કે લગ્ન બાદ પરિવારનાં લોકો સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ, કેમકે તમારો શરૂઆતનો વ્યવહાર જ તમારી ઈમેજ બનાવે છે.