તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલમાં ટાપુ તરીકે ફેમસ બનેલ ભવ્ય ગાંધી આજે 25 વર્ષનો થયો છે. ભવ્ય ગાંધી જ્યારે ‘તારક મેહતા’માં હતો ત્યારે તે એક એપિસોડનાં 10,000થી 25,000 રૂપિયા ચાર્જ કરતો હતો. એટલે તેની માસિક આવક 2.50 લાખથી 5 લાખ રૂપિયા હતી ભવ્ય ગાંધીની આવકની ગણતરી તેનાં ટીવી શૉ પરથી કરવામાં આવી છે. આ ઉપરાંત તે ફિલ્મો, બ્રાન્ડ, એડવર્ટાઇઝમેન્ટ અને અન્ય પ્રોમોશનલ ઇવેન્ટ પરથી તે કમાણી કરે છે.
તેની કમાણી અંગે વાત કરીએ તો કોરોના બાદ તેની કમાણીનાં આંકડા સામે આવ્યાં નથી. પણ વર્ષ 2020 સુધી તેની કમાણી એક કરોડ રૂપિયા છે. વર્ષ 2019માં પણ તેની કમાણી 1 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે વર્ષ 2018માં તેની કમાણી 10 લાખ રૂપિયા હતી. જોકે આ આંકડાની તેનાં કે તેનાં પરિવાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
ભવ્ય ગાંધી પાસે બે ગાડી છે. તે Audi A4 કારનો માલિક છે. જેની કિંમત 46.96 લાખ રૂપિયા છે. આ સીવાય તે BMW કારનો પણ માલિક છે. રિપોર્ટ અનુસાર તેનાં માતા-પિતાએ તેને આ કાર ગિફ્ટ આપી હતી. જેની કિંમત એક કરોડ રૂપિયા છે. ભવ્ય ગાંધી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ પહેલાં ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ અને ‘પાપા તમને નહીં સમજાય’ જેવી ફિલ્મો કરી છે.
ભવ્યનાં ભણતર અંગે વાત કરીએ તો, ભવ્ય કોમર્સનો વિદ્યાર્થી હતો. તેણે બેચલરની ડિગ્રી મેળવેલી છે. એવોર્ડ્સની વાત કરીએ તો, ભવ્યને TMKOC માટે મોસ્ટ પોપ્યુલર ચાઇલ્ડનો એવોર્ડ વર્ષ 2010માં મળ્યો હતો. જે બાદ વર્ષ 2011 અને 2013માં તેને ઝી ગોલ્ડ એવોર્ડ તરફથી બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ ફોર TMKOC મળ્યો હતો. વર્ષ 2012 અને 2016માં તેને સબ કે અનોખે એવોર્ડ જીત્યો હતો. નિકલડન કિડ્સ ચોઇઝ એવોર્ડ માટે તેને બેસ્ટ ચાઇલ્ડ એન્ટરટેઇનરનો એવોર્ડ મળ્યો હતો જે વર્ષ 2016માં તેને જીત્યો હતો.
ભવ્યાનાં પિતા વિનોદ ગાંધીનું ગત વર્ષે કોરોનાથી નિધન થઇ ગયું હતું. તેની માતાનું નામ યશોદા ગાંધી છે તેઓ હાલમાં સાથે જ રહે છે. તેનાં મોટા ભાઇનું નામ નિશ્ચિત ગાંધી છે. તેને એક બહેન પણ છે. જોકે તેનું નામ જાહેર નથી. કારણ કે તે તેનો પરિવાર મીડિયાથી દૂર જ રહે છે. વિવાદની વાત કરીએ તો, ભવ્ય ગાંધી જ્યારે વર્ષ 2017માં ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ રાતો રાત છોડી દીધો હતો ત્યારે તેની ઘણી આલોચના થઇ હતી. જે બાદ તેને રાજ અનડકટે રિપ્લેસ કર્યો હતો.