વરસાદની ઋતુ આવતા જ બીમારીઓ ઘર કરી જાય છે. આ ઋતુમાં થનારી બીમારીનાં લક્ષણો અને કોરોનાનાં લક્ષણો સરખા હોય છે. શરદી- ઊધરસ અને તાવ, કોરોના અને ચોમાસાની બીમારીના સામાન્ય લક્ષણો પૈકી એક છે. બહાર જતા સમયે અથવા ઘરે આવતી વખતે અચાનક જ વરસાદ તુટી પડે છે તો, સ્કુટર, ચાલીને કે સાઇકલમાં જતા લોકો ભીંજાઇ છે. આ સ્થિતિમાં ઘણીવાર બીમાર પડી શકો છો. તો વરસાદ વરસ્યા પછી તડકો પણ નીકળે છે, ત્યારે સાવધાની રાખવી પડશે. આજે કામના સમાચારમાં જાણીએ કે, ચોમાસામાં તમે કેવી રીતે બીમારીથી બચી શકો છો. જો તમે પણ ચોમાસામાં ભીના થવા નથી માગતા તો તમારે વરસાદમાં ભીનું થવાથી બચવું જોઈએ. આ બીમાર ન પડવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. આવો જાણીએ વરસાદમાં ન ભીંજાવવાના ઉપાયો.
વરસાદમાં ન ભીંજાવા માટેના ઉપાય
- સૌથી સરળ અને સુરક્ષિત ઉપાય છે કે, કામ વગર ઘરેથી બહાર જ ન નીકળો.
- ઘરેથી નીકળતી વખતે છત્રી અને રેઇનકોટ સાથે લો.
- જયારે વરસાદ ન હોય ત્યારે જ ઘરેથી બહાર જાઓ.
- બહાર ગયા હોય અને વરસાદ શરૂ થાય તો છત્રી કાઢો.
- વરસાદ સાથે પવન હોય તો રેઇનકોટ પહેરો.