મોટાભાગના લોકોને સફેદ વાળની સમસ્યા હોય છે. હકીકતે બદલાતી જીવનશૈલી અને ખરાબ ભોજનના કારણે મોટાભાગના લોકોને આ પ્રકારની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેનાથી બચવા માટે હેર કલરનો સહારો લે છે. જ્યારે કેટલાક લોકો નેચરલ રીતનો ઉપયોગ કરે છે. સમય કરતા પહેલા સફેદ થયેલા વાળને કાળા કરવા માટે મીઠા લીમડાના પાન ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત વાળને મજબૂત કરવા માટે પણ આ પત્તા ખૂબ જ ઉપયોગી છે. જાણો તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.
ન્યુટ્રિશન એક્સપર્ટ ‘નિખિલ વત્સ’એ જણાવ્યું કે મીઠા લીમડાના પાન વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. વાસ્તવમાં આ પાન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે તેને તમારા વાળમાં લગાવો તો સફેદ વાળની સમસ્યા પણ ખતમ થઈ જશે.
નિખિલ વત્સે કહ્યું કે વાળમાં મીઠા લીમડાના પાનને લગાવવા માટે તેને પાણીમાં 20 મિનિટ સુધી ગરમ કરો. આ પછી દરરોજ આ પાણીથી વાળમાં માલિશ કરો. તેનાથી તમને ફાયદો થશે. નિષ્ણાતોએ જણાવ્યું કે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને ફંગલ પણ હોય છે, જેના કારણે માથાની ચામડી પણ સ્વસ્થ રહે છે.
સફેદ વાળની સમસ્યાને દૂર કરવાની સાથે ડેન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ સિવાય જે લોકોના વાળ ખૂબ ખરે છે તેઓ પણ આ ટ્રાય કરી શકે છે. દરરોજે આ કામ કરવાથી તમને જરૂરી ફાયદો મળશે.