પરંતુ ખાંડને કાયમ માટે બંધ કરવી યોગ્ય નથી. તેનાથી તમારા હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. આવો જાણીએ કે આ પગલુ ઉઠાવવાની શું આડઅસરો થઇ શકે છે. શુગર બે પ્રકારની હોય છે, એક નેચરલ અને બીજી પ્રોસેસ્ડ. પ્રાકૃતિક શુગર તમને કેરી, અનાનસ, લીચી, નારિયેળ જેવા ફળોમાંથી મળે છે, પરંતુ પ્રોસેસ્ડ શુગર શેરડી અને ચુકંદરમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાંડને કંટ્રોલમાં રહીને ખાવી યોગ્ય નિર્ણય છે, પરંતુ તેને કાયમ માટે છોડી દેવી યોગ્ય માનવામાં નહીં આવે.
શેરડી અને મીઠા ચુકંદરમાંથી તૈયાર થતા સુક્રોજમાં કેલેરી ઘણી વધારે હોય છે, જો કે, તેમાં કોઈ ન્યુટ્રીશનલ વેલ્યુ હોતી નથી. પરંતુ નેચરલ શુગરમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. મીઠી ચીજ વસ્તુનો સ્વાદ આપણને બધાને આકર્ષિત કરે છે. તેથી તેને કાયમ માટે છોડવી સરળ નિર્ણય નથી. પરંતુ જો તેને ડેલી ડાયટમાંથી હટાવી દેવામાં આવશે તો તમારે નુકસાન પણ ઉઠાવવુ પડી શકે છે.
ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે જે લોકો અચાનક ખાંડ ખાવાનુ છોડી દે છે તેમના શરીરમાં એવી અસર થાય છે, જે નશાની આદત છોડવાથી થાય છે. જેનાથી તમે જલ્દી થાકી જશો. હંમેશા માથાનો દુ:ખાવાનો અહેસાસ થશે, જે ચિડીયાપણાનુ કારણ બની જશે.