તમે બ્લડ શુગર કંટ્રોલ કરવા માગો છો તો આજે તમારા ડાયટમાં મેથીના દાણાને ફરજીયાત એડ કરી દો. મેથીના દાણા ઈન્સુલિનની માત્રાને વધારવામાં મદદ કરે છે. તમે જોયુ હશે કે મેથીના દાણાનો ખાવાનુ બનાવવામાં હંમેશા ઉપયોગ કરવામાં આવે છે. ઔષધિય ગુણોથી ભરપૂર આ મસાલાનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે.
મહત્વનું છે કે મેથીના દાણામાં ફાઈબર અને અન્ય રસાયણ હોય છે, જે પાચનને ધીમુ કરી શકે છે અને શરીરમાં કાર્બોહાઇડ્રેટ અને શુગરનું અવશોષણ કરી શકે છે. મેથીના દાણા આ સુધારવામાં પણ મદદ કરે છે કે બૉડી શુગરનો ઉપયોગ કેવીરીતે કરે છે. આ ઉપરાંત આ ઈન્સુલિનની માત્રાને વધારવામાં મદદ કરે છે.
આજકાલના સમયમાં ખરાબ ભોજન અને જીવનશૈલીના કારણે લોકોને અનેક બિમારીઓ પકડી લે છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓ પર પણ મેથી ખૂબ અસરકારક છે. જેમાં રહેલા ન્યુટ્રીએન્ટ્સ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. આ શુગર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.