AIIMS એ એવા લોકોને સલાહ આપી છે કે જેઓ લાલ ચટણી સાથે ગરમ મોમોઝ ખાય છે, તેમને જોરશોરથી ચાવવાની અને સાવધાની સાથે ખાવાની સલાહ આપી છે. આવું ન કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. એટલું જ નહીં આ મોમોઝ તમારા જીવન પર પણ ભારે પડી શકે છે. AIIMSના નિષ્ણાતોનું માનવું છે કે જો તમે આવું ન કરો તો તમારા જીવન માટે જોખમી છે.AIIMSના નિષ્ણાતોનું માનવું છે કે જો તમે આવું ન કરો તો તે પેટમાં ફસાઈ શકે છે, જે જીવન માટે જોખમી છે. હકીકતમાં, મોમોઝ ખાધા પછી 50 વર્ષના એક વ્યક્તિની તબિયત બગડ્યા બાદ AIIMSના નિષ્ણાતોએ આ વાત સામે લાવી છે.
એક્સપર્ટ્સનું માનવું છે કે મૃત્યુનું કારણ એ છે કે જ્યારે પણ આપણે એવી કોઈ વસ્તુ ખાઈએ છીએ જેની સાઈઝ વધારે હોય અથવા અંદર ફૂલવાની શક્યતા હોય તો આવી વસ્તુઓને ખૂબ ચાવવી જોઈએ. નિષ્ણાતોએ કહ્યું કે જો આપણે ચાવ્યા વગર ખાઈએ છીએ, તો તે વસ્તુ લપસીને શ્વસન નળીમાં ફસાઈ જવાની સંભાવના છે. તે શ્વસનતંત્રને અવરોધિત કરી શકે છે અને તે મૃત્યુ તરફ દોરી શકે છે.
આ મામલો દક્ષિણ દિલ્હીનો છે. જ્યાં આ 50 વર્ષીય વ્યક્તિને AIIMS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર આ વ્યક્તિએ દારૂ પીધો હતો અને ત્યાર બાદ તેણે મોમોઝ ખાધા હતા. આ દરમિયાન તે જમીન પર પડી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે મોમોઝ તે વ્યક્તિના શ્વસનનળીમાં ફસાઈ ગયા, જેના કારણે તેનું મોત થઈ ગયું. આ સમસ્યાને ન્યુરોજેનિક કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે.