આજકાલ લોકો ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. સારી અને ગાઢ નિંદ્રા ન આવવાથી સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જે લોકોને ઊંઘમાં તકલીફ થાય છે તેમના સ્વભાવમાં ચીડિયાપણું રહે છે. દિવસભર ઉર્જાનો અભાવ રહે છે. કોઈ કામ કરવાનું મન થતું નથી. તેથી સ્વસ્થ રહેવા માટે આહારની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ, જેનાથી તમને સારી અને ગાઢ ઊંઘ આવશે. જો તમે આ વસ્તુઓનું સેવન સુતા પહેલા કરશો તો ઊંઘની સમસ્યા ઘણી દૂર થઈ જશે.
કેળા
રાત્રે કેળુ ખાવાથી પણ સારી ઊંઘ આવે છે. કેળામાં મળી આવતા તત્વોથી મસલ્સ સ્ટ્રેસ મુક્ત રહે છે. કેળામાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમથી સારી ઉંઘ આવે છે, કેળામાં વિટામિન બી6 સારા પ્રમાણમાં હોય છે જેનાથી સુવા સાથે જોડાયેલા હોર્મોન્સને એક્ટિવ કરે છે.
બદામ
બદામમાં પણ મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી સારી ઊંઘ આવે છે અને મસલ્સમાં થતા સ્ટ્રેસ અને સ્ટ્રેચને ઓછુ કરે છે. બદામ ખાવાથી તમને સારી ઊંઘ મળે છે.
હર્બલ ટી
જો તમારે ઊંઘની સમસ્યા થઈ રહી છે તો તમારે કૈફીન અને આલ્કોહોલથી દૂરી બનાવી લેવી જોઈએ. પરંતુ જો તમે રાત્રે હર્બલ ટી પીવો છો તો તેનાથી સારી ઊંઘ આવી જાય છે.
ચેરી
ચેરીમાં સારા પ્રમાણમાં મેલાટોનિન હોય છે જેનાથી શરીરના આંતરિક ચક્રને નિયમિત કરવામાં હેલ્પ મળે છે. એક્સપર્ટ્સે જણાવ્યા અનુસાર પહેલા એક મુઠ્ઠી ચેરી ખાધા બાદ ઊંઘ સારી આવે છે. તમે ચેરીનો જ્યુસ પણ પી શકો છો.