વર્કપ્લેસમાં દિવસે ને દિવસે નવા નિયમો બનતા રહેતા હોય છે, અને નવા મેઇલ અને ઘોષણાઓ કરવામાં આવતી હોય છે. આજકાલ તો Four Day Work Week કલ્ચરને સમગ્ર વિશ્વમાં અપનાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર એક આશ્ચર્યજનક નિયમ સામે આવ્યો છે. હકીકતમાં કંપનીઓ પ્રોડક્ટિવિટી વધારવા માટે તમામ નવી નવી યુક્તિઓ અજમાવતી રહેતી હોય છે.
ઘણી કંપનીઓ એમ્પ્લોય ફ્રેન્ડલી હોય છે તો કેટલાક કંપની કર્મચારીઓ હેરાન કરીને કામ કરાવતી હોય છે. વાસ્તવમાં એક અજ્ઞાત વર્કપ્લેસનો નવો નિયમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને ‘ન્યૂ ઓફિસ રૂલ’ નામ આપવામાં આવ્યું છે. આ પત્રમાં તમામ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે જેટલી મિનિટ્સ કર્મચારીઓ ઓફિસમાં મોડા આવશે, તેમણે ઓફિસ પૂરી થયા બાદ તે મુજબ 10 મિનિટનું વધારાનું કામ કરવાનું રહેશે. આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. નેટિઝન્સ તેને જોરશોરથી શેર કરી રહ્યા છે. હજારો લોકોએ તેના પર ટિપ્પણી કરી છે. જ્યાં ઘણા લોકો આ નિયમની ટીકા કરી રહ્યા છે. તો સાથે જ કેટલાક લોકો આ નિયમના વખાણ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે લોકો સમયસર ઓફિસ આવશે.