મહેનતનું ફળ હમેશા મળે છે. આજે નહિ તો કાલે તમે મહેનત કરી છે તો ચોક્કસ સફકતા મળે છે. અમુક આ કપરી યાત્રામાં ખોવાઈ ગયા અને તેમના ક્રિકેટના સપના ગરીબીની ભેટ ચઢી ગયા. આજે અમે તમને 5 ભારતીય ખેલાડીઓ પર એક નજર નાખીશું, જેણે ગરીબીને પોતાના રસ્તાનો પથ્થર ના બનવા દીધો અને સફળતા પ્રાપ્ત કરી.
એમએસ ધોની
ઝારખંડમાં જન્મેલા એમએસ ધોનીને પોતાના ક્રિકેટનું સપનુ પૂર્ણ કરવા માટે સખત પરિશ્રમ કરવો પડ્યો. તેના પિતા રાંચીના ડોરંડા ક્ષેત્રમાં એક પંપ ઓપરેટર હતા. મહેન્દ્ર સિંહ ધોનીને 2000ના દાયકાની શરૂઆતમાં થોડા વર્ષો માટે પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ટિકિટ પરીક્ષકના રૂપમાં કામ કરવુ પડ્યુ. જો કે, તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનવાના સપનાનુ પીછો કરવાનુ છોડ્યુ નહીં.
હાર્દિક પંડ્યા
દુનિયાના સ્ટાર ઑલરાઉન્ડર્સમાંથી એક બનતા પહેલા હાર્દિક પંડ્યાની વિશાળતાનો દૂર-દૂર સુધી સંબંધ ન હતો. હાર્દિકના પિતા હિમાંશુ સુરતમાં નાનો વ્યાપાર કરતા હતા. તેમને આ વેપાર બંધ કરવો પડ્યો અને પોતાના પુત્ર હાર્દિક અને ક્રુણાલને સારી ક્રિકેટ સુવિધાઓ આપવા માટે વડોદરા શિફ્ટ થવુ પડ્યુ. આર્થિક મુશ્કેલીઓ છતા હિમાંશુ પોતાના પુત્રને કિરણ મોરેની ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવવામાં સફળ રહ્યાં.
રવિન્દ્ર જાડેજા
ભારતીય ટીમના જાંબાઝ ખેલાડી રવિન્દ્ર જાડેજાનો જન્મ ગુજરાતના જામનગરમાં એક મધ્યમવર્ગીય રાજપૂત પરિવારમાં થયો હતો. તેના પિતા ચોકીદારનુ કામ કરતા હતા. 17 વર્ષની ઉંમરમાં તેમની માતાનુ નિધન થયુ. માંને ગુમાવ્યા બાદ તેઓ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા. ત્યારબાદ તેમની બહેને પરિવારના ભરણ-પોષણની જવાબદારી સંભાળી. કારણકે જાડેજાની માં એક સરકારી હોસ્પિટલમાં નર્સ હતી. તેથી પરિવાર એક રૂમ જેવા ફ્લેટમાં રહેતો હતો. તે ફ્લેટની તેમને ફાળવણી કરવામા આવી હતી. નાની ઉંમરમાં માંને ગુમાવ્યાના દુ:ખમાંથી બહાર આવવા માટે જાડેજાએ રમત પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. તેમની 2005માં ભારતની અંડર-19 ટીમ માટે પસંદગી કરવામાં આવી.