મોસંબી ખાવામાં જેટલી ખાટી મીઠી હોય છે તેટલી જ તેની છાલ ત્વચા માટે ગુણકારી હોય છે. શું આપ જાણો છો કે મોસંબીની છાલનો ઉપયોગ કરવાથી આપની સુંદરતામાં વધારો થઈ શકે છે? તો આજે હું તમને જણાવીશ કે, સુંદરતા વધારવા માટે મોસંબીની છાલ કેટલી મહત્વની છે અને કયા પ્રકારે તેનો ઉપયોગ કરવો જોઈએ.
૧.
મોસંબીની છાલ નો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે કરવો હોય તો પહેલા આપે તેની છાલને સૂકવીને પાવડર બનાવવો પડશે અથવા તેની છાલનો લેપ બનાવી ચહેરા પર લગાવો પડશે, અને આ લેપ લગાવ્યા ના થોડા દિવસોની અંદર જોઈ શકશો કે આપના ચહેરા પરથી ડાઘ દૂર થઈ ગયા હશે.
૨.
મોસંબી ની છાલના પાવડરમાં પૂરતા પ્રમાણમાં પોષણ તત્વો હોવાના કારણે તે ત્વચા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં ગુલાબજળ નાખી તેની પેસ્ટ બનાવીને ચહેરા ઉપર થોડો સમય સુધી લગાવી રાખો. અને ત્યારબાદ સ્ક્રબ કરીને સાફ કરો. અને જો તમારી ત્વચા રૂસ્ક છે તો કાચા દુધનો ઉપયોગ કરી શકો છો.
૩.
મોસંબીની છાલ ચહેરા ઉપર લગાવવાનો મુખ્ય ફાયદો એ છે કે, આ પાઉડર કે પેસ્ટનો કોઈ સાઇડ ઈફેક્ટ નથી એટલે છોકરો કે છોકરી બંને લોકો પોતાના ચહેરા પર આ પેસ્ટનો ઉપયોગ કરી શકે તેમ છે.
૪.
તડકાના કારણે જો આપની ત્વચા બળી ગયો હોય તો આ મોસંબીની છાલ સૂકવી તેનો પાઉડર બનાવી ફેસ તથા હાથના ભાગે લગાવતા સારા પરિણામો મળે છે
૫.
જો તમે ચાહો તો મોસંબી ની છાલ અને મોસંબી નો રસ મિલાવીને તેની પેસ્ટ બનાવી શકો છો. આ તમારી ત્વચાની સુંદરતામાં વધારો કરશે.