એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસથી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનની હત્યા માટે શાર્પશૂટરને મોકલ્યો હતો. મોડિફાઈ કરેલી હોકીમાં સ્મોલ-બોરનું હથિયાર ફિટ કરવામાં આવ્યું હતું અને તેનાથી જ સલમાનનું કાસળ કાઢી નાખવાનું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લોરેન્સ અને તેના સાગરીતો સલમાન ખાનની હિલચાલ પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. તેમને ખબર હતી કે સલમાન ખાન ઘરની આસપાસના વિસ્તારમાં બોડીગાર્ડ વિના સાયકલિંગ કરવા માટે જાય છે.
સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન ને ધમકીભર્યો પત્ર આપવાના કેસમાં એક મહત્વનો ખુલાસો થયો છે. બોલિવુડ સુપરસ્ટાર અને તેના ફિલ્મ રાઈટર પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ વિક્રમ બ્રાર તરીકે થઈ છે. વિક્રમ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાગરિત છે, તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ખુલાસો થયા બાદ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાનો માત્ર ધમકી જ નહોતી અપાઈ યોજના પણ તૈયાર હતી. સલમાનને મારવા માટે તેના ઘરની બહાર શાર્પશૂટર ગોઠવવામાં આવ્યો હતો.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસથી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનની હત્યા માટે શાર્પશૂટરને મોકલ્યો હતો. મોડિફાઈ કરેલી હોકીમાં સ્મોલ-બોરનું હથિયાર ફિટ કરવામાં આવ્યું હતું અને તેનાથી જ સલમાનનું કાસળ કાઢી નાખવાનું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લોરેન્સ અને તેના સાગરીતો સલમાન ખાનની હિલચાલ પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. તેમને ખબર હતી કે સલમાન ખાન ઘરની આસપાસના વિસ્તારમાં બોડીગાર્ડ વિના સાયકલિંગ કરવા માટે જાય છે.
પ્લાન એવો હતો કે સલમાન ખાન એક ઈવેન્ટમાં જવા માટે ઘરેથી નીકળે ત્યારે તેની મારી નાખવાનો. જોકે, તે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત હોવાથી સલમાનની ઘરની બહાર બેઠો શાર્પશૂટર ડરી ગયો હતો. પકડાઈ જવાના ડરે છેલ્લી ઘડીએ તેણે પ્લાનમાંથી પીછેહઠ કરી હતી.
અગાઉ મુંબઈ પોલીસને શંકા હતી કે, સલમાન ખાનને ધમકી આપવાના મામલે બિશ્નોઈ ગેંગનો હાથ હોઈ શકે છે. જે બાદ ખાન પરિવારના બાંદ્રામાં આવેલા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી વધારવામાં આવી હતી. મીડિયા રિપોર્ટમાં એવા પણ ઉલ્લેખ છે કે, મુંબઈ પોલીસને શંકા હતી કે હુમલાખોરોએ આ વિસ્તાર અને ખાન પરિવારની હિલચાલની રેકી કરી હતી.