ઘણા લોકોને રાત્રે સુરત્ગિ વેળાએ વારંવાર બાથરૂમ જવાની ટેવ હોય છે. તો ખરેખર આ એક સમસ્યા છે, જો તમે પણ આ સમસ્યાનો શિકાર છો તો ચેતીજજો આ બીમારીના લક્ષણ પણ હોય શકે છે. આ સમસ્યા હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોઈ શકે છે. એક રિસર્ચ અનુસાર હાઈ બ્લડ પ્રેશરને હાયપરટેન્શન પણ કહેવામાં આવે છે. જેના કારણે તમને રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યા થતી હોય છે. રિસર્ચરનું કહેવું છે કે હાઈપરટેન્શનથી પીડાતા લોકો જ્યારે વધારે પડતું મીઠું ખાય છે ત્યારે તેમનું શરીર દિવસ દરમિયાન મીઠું સંપૂર્ણપણે બહાર કાઢી શકતું નથી, જેના કારણે તેમને રાત્રે પેશાબ પસાર કરવા જવું પડે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે જ્યારે તમે વધારે પડતા મીઠાનું સેવન કરો છો ત્યારે તમારું શરીર રક્તવાહિનીઓમાંથી પાણી ખેંચવા લાગે છે. આ સિવાય બીજા પણ ઘણા કારણો છે જેના કારણે તમારે રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઘણી વખત નોકટર્નલ પોલીયુરિયા બીમારીને કારણે તમારે રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીના જણાવ્યા અનુસાર, નોકટર્નલ પોલિયુરિયા એક એવો સિન્ડ્રોમ છે જે દિવસ અને રાતના પેશાબના ઉત્પાદનમાં નોંધપાત્ર તફાવત લઈ આવે છે. નોકટર્નલ પોલિયુરિયાના દર્દીઓને રાત્રે 33 ટકા વધુ પેશાબ કરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
રાત્રે વારંવાર પેશાબ આવવાનો મતલબ તમારા મૂત્રાશયની ક્ષમતામાં ઘટાડો પણ હોય શકે છે. તેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ચેપ અથવા સોજો. આ કારણે તમને વારંવાર પેશાબ કરવાની જરૂરિયાત અનુભવાતી હોય છે. આ ઉપરાંત ઓવર એક્ટીવ મૂત્રાશય અને મૂત્રાશયમાં અવરોધ પણ ઓછી મૂત્રાશયની ક્ષમતાનું કારણ બની શકે છે. BMJ જર્નલના એક અહેવાલ અનુસાર, નોક્ટુરિયા રોગથી પીડાતા દર્દીઓને સામાન્ય રીતે નોકટર્નલ પોલીયુરિયા અને ઓછી મૂત્રાશયની ક્ષમતા જેવી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો તમને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો આ માટે ડોક્ટરનો ચોક્કસ સંપર્ક કરો. શરીરમાં કોઈપણ પ્રકારના ચેપને સમયસર મેળવી શકાય છે. ઘણી વખત લોકોને કોઈ બીમારી નથી થતી, તેમ છતાં તેમને રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે, આવી સ્થિતિમાં, તમે તમારી જીવનશૈલી પર ધ્યાન આપો તે જરૂર છે. એ વસ્તુઓથી દૂર રહો જેથી યૂરિન જલ્દી બને છે. સાથે જ તમે દિવસભર જેટલું પાણી પીવું હોય એટલું પીઓ, પરંતુ રાત્રે તરસ લાગે ત્યારે જ પાણી પીવો. તે તમને ઘણી મદદ કરી શકે છે. રાત્રે કોફીનું સેવન કરવાથી મૂત્રાશય ડીસ્ટર્બ થાય છે, જેથી રાત્રે કોફીનું સેવન ટાળવું.