લોકો શિકંજી પીવા માટે ગામમાં જતા હોય છે. તેમજ ઘણા લોકો પોતાના ઘરે શિકંજી બનાવ છે જેમાં તેઓ જલજીરા પાવડરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ માર્કેટમાં જે જલજીરા મળે છે તે પ્રિજર્વેટિવ હોય છે. જે તમારા સ્વસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં ફ્રેશ ચીજ વસ્તુઓથી જલજીરા પાઉડર બનાવો. જેનાથી તમે ઝટપટ શિકંજી બનાવીને પી શકો છો અને લાંબા સમય સુધી તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો.
સામગ્રી
ફૂદીનાના સૂકા પાંદડા- 1 કપ
શેકેલુ જીરૂ- 4 નાની ચમચી
સુકો આદુ પાઉડર- 1 નાની ચમચી
કાળુ મીઠું- 1 નાની ચમચી
કાળુ મરચુ- 2 ચમચી
લીંબુનો રસ- બે નાની ચમચી
સફેદ મીઠુ- 1 નાની ચમચી
હીંગ- બે ચપટી
મોટી ઈલાયચી- 4
જલજીરા પાઉડર બનાવવા માટે એક મિક્સી જાર લો. તેમાં શેકેલુ જીરું, મોટી ઈલાયચી, કાળુ મરચુ અને બધી વસ્તુઓ નાખીને પીસી નાખો. બે મિનિટમાં જલજીરા પાઉડર તૈયાર થઇ જશે. તમે તેને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં નાખીને પી શકો છો.