ઘણા લોકો એવા કામ કરતાં હોય છેકે આપણને વિચાર આવે કે આ લોકોને આવી તે શું મજબુરી હશે કે આવા કામ કરવા પડે છે. ઘણી વખત તો તમે કિસ્સા સાંભળીને હશુંના રોકી શકો. તો કેટલીક ઘટનાઓ એવી છે જે ખરેખર લોકોને વિચારતા કરી દે છે. આવી જ એક ઘટના બિહારમાં બનવા પામી છે. બિહારમાં એક વ્યક્તિ ટ્રેનના એન્જિન નીચે ઘૂસીને બેસી ગયો અને લગભગ 190 કિલોમીટરની મુસાફરી કરી. અને નવાઈની વાત તો એ છે કે કોઈને આના વિશે જાણ પણ નહોતી. આ વાત એન્જિન ડ્રાઇવરના ધ્યાનમાં ત્યારે આવી જ્યારે ગયા સ્ટેશન પર ટ્રેન ઊભી રહી અને એન્જિનની નીચે બેઠેલી વ્યક્તિએ પાણી માંગવા લાગ્યો.
આ ઘટના ગયા સ્ટેશન પર બની હતી. વારાણસી સારનાથ બુદ્ધ પૂર્ણિમા એક્સપ્રેસ રાજગીર સ્ટેશનથી નીકળી હતી અને 4 વાગ્યે ગયા સ્ટેશન પહોંચી હતી. જ્યારે એન્જિન ચાલક પ્લેટફોર્મ પર ઉતર્યો ત્યારે તેણે કોઈને પાણી માંગતા સંભળાયું. તેણે ટોર્ચ ચાલુ કરીને જોયું તો એન્જિનમાંથી એક માણસનો અવાજ આવી રહ્યો હતો. તે એન્જિનની ટ્રેક્શન મોટર પાસે બેઠો હતો.
ડ્રાઇવરે તરત જ તેની જાણ સ્ટેશનના અધિકારીઓને કરી હતી. પછી ત્યાં માણસો નો કાફલો એકઠો થઈ ગયો અને તે માણસને એન્જિન મશીન વચ્ચેથી બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. ઘણી મહેનત બાદ એ માણસને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે જે વ્યક્તિને ટ્રેનના એન્જિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો તેની ઓળખ થઈ શકી નથી.
એક્સપર્ટ્સનું કહેવું છે કે આ એન્જિન WAP-7 મોડલ ABB એન્જિન છે. આ એન્જિનમાં નીચે જઇને ત્યાં બેસવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, કોઈ વ્યક્તિ માટે એન્જિનની વચ્ચે અત્યાર સુધી મુસાફરી કરવી ખરેખર આશ્ચર્યજનક છે. કારણ કે રાજગીર અને ગયા વચ્ચે આ ટ્રેન 6 સ્ટેશનો પર ઊભી રહે છે. આ સ્ટેશનો પર આ ટ્રેનનું સ્ટોપેજ 2 થી 10 સેકન્ડનું હોય છે. આટલા ઓછા સમયમાં એન્જિનની ટ્રેક્શન મોટર પાસે કોઇ પણ વ્યક્તિ બેસી શકે તેમ નથી. તેથી, એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ રાજગીરમાં જ ટ્રેક્શન મોટરની નજીક બેઠો હોવો જોઈએ.