ઘણા લોકોએ એવા હોય છેકે તેમની કોઈ વસ્તુ તેમણે પોતાના જીવથી પણ વધારે પ્રિય હોય છે. લોકો આવી વસ્તુને વળગીને રહેતા હોય છે. ઘાણી વખત એવા બનવા સામે આવતા હોય છેકે, કોઈ મહિલાકે પુરુષ કોઈ પ્રાણી સાથે લગ્ન કરે છે. પરંતુ એક કિસ્સો એવો સામે આવ્યો છે કે એક વ્યક્તિ તેની કારના પ્રેમમાં છે. પ્રેમ વિશે એવું કહેવાય છે કે ક્યારે, કોની સાથે, ક્યાં અને કઈ વ્યક્તિ સાથે થઈ જાય તે ખબર પણ નથી પડતી. અમેરિકાના નેથિયલ નામના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે પોતાની કાર સાથે રિલેશનશિપમાં છે. તેને પોતાની શેવી મોન્ટે કાર્લો કાર સાથે ઘણો પ્રેમ છે અને તે તેની સાથે 1998થી રિલેશનશિપમાં છે. તેનું કહેવું છે કે, તેણે પોતાની કાર સાથે અલગ- અલગ પોઝિશનમાં સેક્સ પણ કર્યું છે.
આ યુવને પોતાના વિચિત્ર પ્રેમનો ડોક્યુમેન્ટરીમાં ખુલાસો કર્યો છે. આ ડોક્યુમેન્ટરીમાં તે પોતાની કારને પ્રેમથી ‘ચેસ’ કહીને બોલાવે છે અને તે પોતાની કાર સાથે ટેલીપેથી દ્વારા વાતચીત કરે છે. તેમજ તેણે કહ્યું કે, હું મારી કાર સાથે સિરિયસ રિલેશનશિપમાં છું. આ પહેલી નજરનો પ્રેમ હતો. કારની બોડી અને ઇન્ટિરિયર બધું એકસાથે ફિટ લાગી રહ્યું હતું. મને એક કનેક્શન ફીલ થયું. મને નથી ખબર કે હું આવું કેમ મહેસૂસ કરું છું, મને માત્ર એટલી જ ખબર જ છે હું ચેસને ઘણો પ્રેમ કરું છું. જ્યારે અમે એક સાથે હોઈએ છીએ તો અમે સારો સમય પસાર કરીએ છીએ.
આ યુવાને તેમની કારનું નામ ચેસ રાખ્યું છે. આ સાથે જ નેથિયલે દાવો કર્યો છે કે, તે પોતાની કારની સાથે અલગ અલગ પોઝિશનમાં સેક્સ કરી ચૂક્યો છે અને ચેસનું એક પ્રિય ગીત પણ છે. નેથિયલની જેમ ઘણા લોકો પોતાની આસપાસની નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરે છે. આવા લોકો કોઈ નિર્જીવ વસ્તુઓ સાથે ઈમોશનલ અથવા સેક્સ્યુઅલ કનેક્શન મહેસૂસ કરે છે, આવા લોકો માટે ‘ઓબ્જેક્ટોફિલિયા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
પનેથિયલે પોતાના રિલેશન્સ વિષે જણાવતા કહ્યું હતું કે, તે કિશોરાવસ્થાથી જ કારને પ્રેમ કરે છે, પરંતુ તે સમયે તેણે વધારે ધ્યાન ન આપ્યું. તેણે કહ્યું કે અત્યાર સુધી મેં 7 ગર્લફ્રેન્ડને ડેટ કરી છે, પરંતુ આ દરમિયાન ક્યારેય સાચા પ્રેમનો અનુભવ નથી થયો. જ્યારે હું મારી કાર ચેસને મળ્યો ત્યારે મને સાચા પ્રેમનો અનુભવ થયો.