બેડરૂમ આપણાં જીવનનો ખૂબ જ ખાસ ભાગ હોય છે. અને આ ઘરનો એવો ભાગ છે જ્યાં આપણે સૌથી વધુ આરામ કરીએ કરીએ છીએ. આપણાં જીવનનો મોટાભાગનો સમય પણ બેડરૂમમાં જ પસાર થાય છે, કારણ કે અહીં આપણે સૂતા અથવા આરામ કરતા હોઇએ છીએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ મુજબ, વાસ્તુમાં માત્ર સુખ-સમૃદ્ધિ જ નહીં પરંતુ સુખી લગ્નજીવનના પણ સૂત્રો છુપાયેલા છે. લગ્નજીવનમાં ખુશીઓ બની રહે, તેના માટે પણ બેડરૂમ ખૂબ ખાસ હોય છે. જો બેડરૂમમાં નીચે લખેલા વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો લગ્ન જીવન ખુશીઓથી ભરપૂર વીતી શકે છે.
૧. બેડની સામે અરીસો ન હોવો જોઈએ. જો બેડની સામે અરીસો હશે તો તમે કાયમ વ્યાકુળ અને પરેશાન રહેશો.
૨. બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ ક્યારેય પણ બારીની સામે ન રાખો, કારણ કે બારીમાંથી આવતો પ્રકાશ પરાવર્તિત થવાથી તમને પરેશાની થશે.
૩. બેડરૂમમાં લાઇટ એવી હોય કે બેડ ઉપર સીધો પ્રકાશ ન પડે. પ્રકાશ કાયમ પાછળ અથવા ડાબી તરફથી આવવો જોઈએ.
૪. બેડરૂમમાં ફર્નિચર ધનુષાકાર, અર્ધચંદ્રાકાર અથવા વૃત્તાકાર ન હોવો જોઈએ. તેનાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.
૫. બેડ બેડરૂમના બારણાંથી એકદમ નજીક ન હોવો જોઈએ. જો આવું થશે તો મનમાં અશાંતિ બની રહેશે.
૬. બેડરૂમમાં બારી જરૂર હોવી જોઈએ. સવારે પ્રકાશની કિરણો બેડરૂમમાં આવવાથી હેલ્થ સારી રહે છે. બેડરૂમમાં પગ બારણાંની તરફ કરીને ન સૂવું જોઈએ.